નવી દિલ્હીઃ ભારતીયો માટે ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એક ઈમોશન છે. જે દરેક ચોગ્ગા-છગ્ગાની સાથે દિલોને જોડે છે. આ તે જુસ્સો છે જે પરિવારોને ટીવીની સામે અને મિત્રોને ગલીમાં એક કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ક્રિકેટના મેદાન પર અપનાવવામાં આવતી રણનીતિ- જેમ કે ધૈર્ય, સંતુલન અને યોગ્ય સમયે જોખમ લેવું, તે તમારી ઈન્વેસ્ટમેન્ટ યાત્રામાં કામ આવી શકે છે? આવો જાણીએ કઈ રીતે ક્રિકેટની સમજ તમને એક સમજદાર અને સફળ ઈન્વેસ્ટર બનાવી શકે છે.
લોન્ગ ટર્મની ગેમ રમો
ક્રિકેટમાં સારો બેટ્સમેન દરેક બોલ પર રન બનાવવાનો પ્રયત્ન કરતો નથી. તે યોગ્ય બોલની રાહ જુએ છે અને ધીરજથી રમે છે. રોકાણ પણ કંઈક આવું જ છે. શેરબજારમાં ઝડપી નફો મેળવવાની ઉતાવળથી બચવું જોઈએ. લાંબા ગાળે નાણાં વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ મ્યુચ્યુઅલ ફંડ નાણા ધીમે ધીમે વધે છે તેમ જીવન વીમા યોજનાઓ ધીમે ધીમે પરિપક્વ થાય છે પરંતુ ભવિષ્ય માટે સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
ટીમમાં બેલેન્સ જરૂરી છે
જેમ ક્રિકેટમાં બેટર, બોલર અને ઓલરાઉન્ડર હોય છે, તેમ રોકાણમાં પણ બેલેન્સ જરૂરી હોય છે- તેને રોકાણમાં ડાઇવર્સિફિકેશન કહે છે. બધા પૈસા એક જગ્યાએ લગાવવાની જગ્યાએ અલગ-અલગ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પમાં લગાવો. તેનાથી એક સેક્ટરમાં ઘટાડો થાય તો બીજું તેને બેલેન્સ કરી શકે છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, CGHS કાર્ડ પર સરકારનો નવો આદેશ
દબાવમાં શાંત રહો
ક્રિકેટમાં જ્યારે ટીમ હારની નજીક હોય છે ત્યારે પણ સારા ખેલાડી ફોકસ ગુમાવતા નથી. તેમ જ્યારે શેરબજાર ઘટે છે તો ડરીને નિર્ણય લેવાની જગ્યાએ શાંત રહો અને પોતાના પ્લાન પર ટકી રહેવામાં સમજદારી હોય છે. બજાર ઉતર-નીચે થતું રહેશે, પરંતુ તમારે લક્ષ્યને સ્થિર રાખવા જોઈએ.
સમજદારીથી જોખમ લો
બેટર ત્યારે મોટો શોટ રમે છે જ્યારે સાચો સમય હોય અને તેણે સારી પ્રેક્ટિસ કરી હોય. રોકાણમાં પણ જોખમ લેવું ઠીક છે, બસ પહેલા રિસર્ચ કરો. કંપનીઓ કે ફંડ્સની જાણકારી લો, એક્સપર્ટ સાથે વાત કરો અને પછી સમજી-વિચારી નિર્ણય કરો.
સતત ટક્યા રહેવાથી જીત મળે છે
ક્રિકેટમાં એવો ખેલાડી હોય જે દરેક મેચમાં ઓછા-વધુ રન બનાવતો હોય તે વધુ વેલ્યુએબલ હોય છે, તેની તુલનામાં જે ક્યારેક સારા રન બનાવે છે. તેમ નાના-નાના પરંતુ નિયમિત રોકાણથી તમે એક મોટું ફંડ બનાવી શકો છો. તે તમારા નાણાકીય ગ્રોથનો મજબૂત આધાર બને છે.
તો હવે જ્યારે મેચ જુઓ તો વિચારો- દરેક સ્માર્ટ શોટ, દરેક સ્ટ્રેટેજિક મૂવ તમને યાદ અપાવી શકે છે કે તમારે તમારા પૈસા એટલી સ્માર્ટ રીતે રોકવાના છે. ક્રિકેટ અને ઈન્વેસ્ટમેન્ટ- બંનેમાં ફોકસ, ધૈર્ય અને પ્લાનિંગ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે