Home> Business
Advertisement
Prev
Next

રેકોર્ડ લો સ્તર પર ઇરાની કરન્સી, 1 લાખ રિયાલનો થયો એક ડોલર

શિયા બહુમતી ધરાવતા ઇરાનને અલગ કરવા માટે તેની પર કડક પ્રતિબંધો અમેરિકા દ્વારા લાદી દેવામાં આવ્યો છે

રેકોર્ડ લો સ્તર પર ઇરાની કરન્સી, 1 લાખ રિયાલનો થયો એક ડોલર

તેહરાન : શિયા બહુમતી ધરાવતા ઇરાનને વૈશ્વિક રીતે અળગુ કરવાની સાથે જ તેની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધોની અસર દેખાવા લાગી છે. આર્થિક સંકટ સામે જજુી રહેલ  ઇરાનની કરન્સી સતત નીચે જઇ રહી છે. ડોલરની તુલનાએ ઇરાની રિયાલની કિંમત શનિવારે 1,12,000 સુધી પહોંચી ગઇ છે. શનિવારે 1 લાખ ડોલરની કિંમત 98,000 રિયાલ હતી.  સરકારની તરફથી નિર્ધારિત વિનિમય દર ડોલરની તુલનાએ 44,070 હતી 1 જાન્યુઆરીએ તેની કિંમત 35,186 હતી. 

fallbacks

ડોલરની તુલનાએ રિયાલની વેલ્યુમાં ભારે ઘટાડો માત્ર ચાર મહીનામાં આવી છે. આ પહેલીવાર માર્ચમાં 50 હજારના સ્તરથી નીચે આવી ગયું હતું. સરકારે એપ્રીલમાં દરને 42 હજારના સ્તર પર સ્થિર કરવાનો પ્રયાસ કર્યો અને કાળાબજારી કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેની ચેતવણી આપી હતી. જો કે તે હજી પણ ચાલી રહ્યું છે. ઇરાનનાં લોકો અર્થવ્યવસ્થામાં ઘટાડા મુદ્દે ચિંતામાં છે અને પોતાની બચત કે રોકાણને ડોલર સ્વરૂપે સુરક્ષીત રાખવા માંગે છે, કારણ કે રિયાલની કિંમતમાં ઘટાડો હજી પણ ચાલુ રહી શકે છે. 

બેંક સામાન્ય રીતે ડોલર આર્ટિફિશિયલ લો રેટ પર વેચવાનો ઇન્કાર કરે છે, સરકારને જુનમાં પોતાનાં વલણમાં નરમી લાવતા  આયાત પર કેટલાક જુથોને છુટ આપવી પડી. ગત્ત અઠવાડીયે પ્રેસિડેન્ટ હસન રુહાનીએ સેન્ટ્રલ બેંકના ચીફને બદલી દીધો હતો. તેની પાછળ એક મોટું કારણ સંકટનો ઉકેલ લાવવાની નિષ્ફળતા હોવાનું જણાવાઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More