Indian Railways Coach Booking: લાંબી સફરની વાત હોય તો ભારતમાં લોકો સૌથી વધુ ભરોસો ટ્રેનની સફર પર કરે છે. મુસાફરોને દરેક પ્રકારની સુવિધા આપવા માટે રેલવે પણ સમય-સમય પર નવા-નવા નિયમ લાવતી રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું કે જો તમારે કોઈ લગ્ન સમારોહ કે જન્મદિવસ પર ઘણા લોકોએ સાથે ટ્રાવેલ કરવું છે તો તમે કઈ રીતે ટિકિટ બુક કરી શકો છો. રેલવેના નિયમ પ્રમાણે જરૂર પડવા પર પેસેન્જર્સ એક સાથે કોચ કે આખી ટ્રેન પણ બુક કરી શકે છે. આવો તેના વિશે જાણીએ..
આખો કોચ બુક કરવા માટે જરૂરી નિયમ
તમને જણાવી દઈએ કે કોઈ ટ્રેનમાં આખો કોચ બુક કરવા માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. રેલવેએ તે માટે અલગથી ફુલ ટેરિફ રેટ (FTR) સર્વિસ શરૂ કરી રાખી છે. તે માટે તમારે IRCTC ની સત્તાવાર વેબસાઇટ ftr.irctc.co.in/ftr/ પર જઈને કોચનું બુકિંગ કરી શકો છો. પેસેન્જર 30 દિવસથી લઈને 6 મહિના પહેલા કોચનું બુકિંગ કરી શકે છે.
આ પણ વાંચોઃ Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ
કેટલું આપવું પડશે ભાડું?
IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે તમારો આખો કોચ બુક કરવા માટે આશરે 50,000 રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધી ભરવાના હોય છે. તેમાં જો તમે એક કોચ બુક કરો તો 50 હજાર રૂપિયા આપવા પડશે અને જો તમે 18 કોચની આખી ટ્રેન બુક કરો છો તો 9 લાખ સુધીનો ચાર્જ આપવાનો હોય છે.
કઈ રીતે થશે બુકિંગ?
ટ્રેનનો કોચ બુક કરવા માટે તમારે સૌથી પહેલા ftr.irctc.co.in/ftr/ ની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ યુઝર પ્રોફાઇલ ક્રિએટ કરી તમારી ટ્રાવેલ ડેટ, પેસેન્જરની સંખ્યા જેવી વિગતો ભરવી પડશે. ત્યારબાદ તમને રેફરન્સ નંબર અને અમાઉન્ટ મળે છે, જે છ દિવસની અંદર ભરવાનું હોય છે. તમારી ટ્રાવેલ સંબંધિત બધી જાણકારી ભર્યા અને પેમેન્ટ કર્યા બાદ તમારૂ બુકિંગ કન્ફર્મ થઈ જશે. ટ્રેનનો આખો કોચ બુક કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ પણ ભરવી પડશે, જે યાત્રા કર્યા બાદ તમને પરત મળી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે