Home> Business
Advertisement
Prev
Next

IRCTCના IPOની જોરદાર લિસ્ટિંગ, 660 રૂપિયા પર ખુલ્યો શેર

IRCTCના આઇપીઓ (IRCTC IPO) આજે શેર માર્કેટમાં 660 રૂપિયા પર ખુલ્યો છે. આ શેર પોતાની પ્રાઇઝથી 109 ટકા વધારે રેટ પર લિસ્ટ થયો છે

IRCTCના IPOની જોરદાર લિસ્ટિંગ, 660 રૂપિયા પર ખુલ્યો શેર

નવી દિલ્હી: IRCTCના આઇપીઓ (IRCTC IPO) આજે શેર માર્કેટમાં 660 રૂપિયા પર ખુલ્યો છે. આ શેર પોતાની પ્રાઇઝથી 109 ટકા વધારે રેટ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગના પહેલા દિવસે જ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ના શેર બમણા ભાવ પર સ્ટો માર્કેટમાં લિસ્ટ થયા છે. IRCTCના શેર આજે બીએસઇ (BSE) અને એનએસઇ (NSE)માં લિસ્ટ થયા છે. IRCTCએ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે ખુલ્યો હતો. IRCTCએ આ શેરના વેચાણથી 645 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો.

fallbacks

આ પણ વાંચો:- ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાંડના ભાવમાં થયો વધારો, શુગર મીલોને થશે મોટો ફાયદો

IRCTCના IPOએ પહેલા જ દિવસે પોતાના રોકાણકારોને બમણો ફાયદો કરાવ્યો છે. જો કે, જે લોકોને પણ આ સ્ટોક મળ્યો છે. તે એક અથવા બેની ફાળવણી કરાઇ છે. નોઇડાના રહેવાસી સંદીપ આ મામલે પોતાને લકી માની રહ્યાં છે. કેમ કે, સંદીપ સહિત તેમના ગ્રુપના 5 લોકોએ IRCTCના IPO માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ માત્ર સંદીપને જ બે ફાળવણી કરાઇ છે. સંદીપને 80 શેર મળ્યા છે. સંદીપે લિસ્ટિંગના પહેલા દિવસે જ 690 રૂપિયા પર પોતાના શેર વેચી બમણી કમાણી કરી છે.

આ પણ વાંચો:- આ 10 જગ્યાઓ પર PANની જગ્યાએ આધાર નંબરથી કામ ચાલી જશે, જાણો મહત્વના ફેરફાર વિશે

આઇઆરસીટીસીના આઇપીઓ (IRCTC IPO)માં રિટેલ રોકાણકારોનો મોટો ટ્રેન્ડ હતો. IRCTCએ 2 કોરડ શેર માર્કેટમાં ઉતાર્યા હતા. જેના બદલામાં 112 ગણા લોકોએ તેના માટે સબ્સ્ક્રાઇબ કર્યું હતું. 2 કરોડ શેરના બદલામાં 25 કરોડ શેર માટે બોલીઓ મળી.

આ પણ વાંચો:- Google play store પર ગાયબ થયેલું WhatsApp ફરી પાછું આવ્યું

IPOનું શાનદાર પ્રદર્શન
આ વર્ષ IRCTCના ઉપરાંત 11 અન્ય કંપનીઓના આઇપીઓ માર્કેટમાં લિસ્ટ થયા છે. પ્રાથમિક બજાર (પ્રારંભિક જાહેર મુદ્દો) રોકાણકારો માટે આ વર્ષે રોકડ વધારવાની બાબતમાં ફાયદાકારક સાબિત થયું છે.

મળતી માહિતી પ્રમાણે, આ વર્ષે અત્યાર સુધીમાં લિસ્ટેડ કંપનીઓ 70 ટકા શેર ઇશ્યૂ ભાવથી ઉપર વેપાર કરી રહી છે અને આ શેરોએ રોકાણકારોને 95 ટકા વળતર આપ્યું છે.

 

જુઓ Live TV:- 

બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More