Home> Business
Advertisement
Prev
Next

Gratuity Rule: જો તમે 5 વર્ષથી ઓછી નોકરી કરી હોય તો ગ્રેચ્યુઈટી મળે ખરી? આ નિયમ ખાસ જાણો

Gratuity Rule: પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરવાવાળાને ગ્રેચ્યુઈટી મળે છે. પરંતુ કર્મચારીઓના મનમાં ગ્રેચ્યુઈટીને લઈને અનેક સવાલો આવતા હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈપણ એક કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કર્યા પછી જ કર્મચારીને ગ્રેચ્યુઈટીના ફાયદા મળે છે. સરકાર દ્વારા નવા લેબર કોડમાં ગ્રેચ્યુઈટીના નિયમોમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા. પરંતુ હાલ આ વિષે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Gratuity Rule: જો તમે 5 વર્ષથી ઓછી નોકરી કરી હોય તો ગ્રેચ્યુઈટી મળે ખરી? આ નિયમ ખાસ જાણો

Gratuity Rule: પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરવાવાળાને ગ્રેચ્યુઈટી મળે છે. પરંતુ કર્મચારીઓના મનમાં ગ્રેચ્યુઈટીને લઈને અનેક સવાલો આવતા હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈપણ એક કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કર્યા પછી જ કર્મચારીને ગ્રેચ્યુઈટીના ફાયદા મળે છે. સરકાર દ્વારા નવા લેબર કોડમાં ગ્રેચ્યુઈટીના નિયમોમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા. પરંતુ હાલ આ વિષે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. સતત પાંચ વર્ષ સુધી નોકરી કરવાના કારણે કંપનીઓ ગ્રેચ્યુઈટી આપીને કર્મચારીઓ આભાર વ્યક્ત કરે છે. 

fallbacks

સવાલ- ગ્રેચ્યુઈટી શું છે
જવાબ- ગ્રેચ્યુઈટી કંપની તરફથી પોતાના કર્મચારીને આપવામાં આવે છે. આ એક રીતે સતત પાંચ વર્ષ સુધી નોકરી કરવાના બદલામાં કર્મચારીના આભાર વ્યક્ત કરે છે. 

સવાલ- શું બધી જ પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ સતત ગ્રેચ્યુઈટીના હકદાર છે?
જવાબ- દેશની તમામ ફેક્ટરીઓ, ખાણ, ઓઈલ ફિલ્ડ, બંદર અને રેલવે પર પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઈટી એક્ટ લાગૂ થાય છે. આ ઉપરાંત એકસાથે 10થી વધુ લોકોને નોકરી આપનારી દુકાનો અને કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો બેનેફિટ મળે છે.

સવાલ- કેટલા વર્ષ સુધી કામ કર્યા બાદ ગ્રેચ્યુઈટી મળે?
જવાબ- આમ તો કોઈપણ કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કરવાવાળા કર્મચારી ગ્રેચ્યુઈટી માટે એલિજીબલ હોય છે. પરંતુ અમુક કિસ્સામાં 5 વર્ષથી ઓછી સર્વિસ પર પણ ગ્રેચ્યુઈટી મળી જાય છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2Aમાં સતત કામ કરવા પર સ્પષ્ટપણે ડિફાઈન કરવામાં આવે છે. એ હિસાબથી પૂરા 5 વર્ષ કામ કરાવા પર ઘણા કર્મચારી ગ્રેચ્યુઈટીનું બેનેફિટ મેળવી શકે છે. 

હાય હાય...આ શું? ઘટી ગઈ ગૌતમ અદાણીની સંપત્તિ, મુકેશ અંબાણી યાદીમાં કયા નંબરે તે જાણો

વિશ્વમાં મંદીની બુમરાણ વચ્ચે મોદી સરકારની આવકમાં ધરખમ વધારો

Hyundai ની જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર IONIQ5 લોન્ચ, ફીચર્સ જાણીને આંખો પહોળી થઈ જશે

સવાલ- શું 5 વર્ષ પહેલા ગ્રેચ્યુઈટીનો ફાયદો મળી શકે? 
જવાબ- ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A અનુસાર ભુમિગત ખાણમાં કામ કરવાવાળા કર્મચારી જો પોતાના એમ્પ્લોયર સાથે સતત 4 વર્ષ 190 દિવસ પુરા કરી લે છે. તો તેને ગ્રેચ્યુઈટીનો બેનેફિટ મળી રહે છે. અન્ય સંગઠનમાં કામ કરનારા કર્મચારી 4 વર્ષ 240 દિવસ એટલે કે 4 વર્ષ 8 મહિના કામ કર્યા પછી ગ્રેચ્યુઈટી માટે એલિજિબલ બની જાય છે. 

સવાલ- શું ગ્રેચ્યુઈટીમાં નોટિસ પીરિયડને પણ ગણવામાં આવે છે?
જવાબ- હા, ઘણા લોકોએ એ વાતથી ચિંતામાં રહે છે કે ગ્રેચ્યુઈટી સમયની ગણતરીમાં નોટિસ પીરિયડ ગણવામાં આવે છે કે નહીં? અહીં સ્પષ્ટ કરવા માગીએ છીએ કે નોટિસ પીરિયડને સતત સર્વિસમાં કાઉન્ટ કરવામાં આવે છે. એટલે જ નોટિસ પીરિયડને ગ્રેચ્યુઈટીમાં જોડવામાં આવે છે. 

સવાલ- ગ્રેચ્યુઈટીમાં પૈસા કઈ રીતે ગણવામાં આવે છે?
જવાબ- આ એકદમ સરળ પ્રક્રિયા છે, તમે જાતે જ તમારી ગ્રેચ્યુઈટીની ગણતરી કરી શકો છો. 
કુલ ગ્રેચ્યુઈટીની રકમ= (છેલ્લી સેલેરી) * (15/26) * (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યુ)

ઉદાહરણ સાથે સમજીએ: ધારી લો કે તમે સતત 7 વર્ષ સુધી એક કંપનીમાં કામ કર્યુ છે. તમારી છેલ્લી સેલેરી 35 હજાર રૂપિયા (બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થુ ભેગા કરીને) છે. ત્યારે ગણતરી આ રીતે થશે. (3500) * (15/26) * (7)= 1,41,346 રૂપિયા. કોઈપણ કર્મચારીને વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળી શકે છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More