Home> Business
Advertisement
Prev
Next

Isha Ambani:મુકેશ અંબાણી બન્યા નાના, પુત્રી ઈશા અંબાણીએ આપ્યો જુડવા બાળકોને જન્મ

Isha Ambani: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. તેમના ઘરે એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો છે. 

Isha Ambani:મુકેશ અંબાણી બન્યા નાના, પુત્રી ઈશા અંબાણીએ આપ્યો જુડવા બાળકોને જન્મ

નવી દિલ્હીઃ Mukesh Ambani Daughter Isha Ambani:દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના ઘરે જુડવા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર તરફથી માહિતી આપવામાં આવી છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના જુડવા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. 

fallbacks

મીડિયા સ્ટેટમેન્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ઈશા અને આનંદ પીરામલને ટ્વિન્સ બેબી થયા છે અનેમાતા ઈશાની સાથે તેના બંને બાળકો સ્વસ્થ છે. પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે. 

સામે આવ્યું સંયુક્ત નિવેદન
મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ તરફથી જાહેર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે તેમને જુડવા બાળકોના આગમનની જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે અને તે બધાની દુવાઓ અને શુભકામનાઓ માટે આભારી છે. તેમના જીવનમાં આ સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે. 

આ પણ વાંચોઃ Twitter-Meta બાદ આ મોટી કંપનીઓએ કરી કર્મચારીઓની છટણીની તૈયારી! કઈ છે તમારી કંપની?

વર્ષ 2019માં થઈ હતી ઈશા અને આનંદ પીરામલના લગ્ન
વર્ષ 2018માં ઈશા અંબાણીના લગ્ન હેલ્થકેયર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થઈ હતી. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નના લિસ્ટમાં સામેલ છે, જેમાં દેશ, બોલીવુડ અને દુનિયાભરની અનેક નામચીન્હ હસ્તિઓ હાજર રહી હતી. 

રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડાયરેક્ટર છે ઈશા અંબાણી
મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડાયરેક્ટર બનાવવામાં આવી હતી. મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાસિલ કરી છે. તો કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More