Home> Business
Advertisement
Prev
Next

Jack Ma: એક જમાનામાં હતા એશિયાના સૌથી ધનવાન, હવે લાગ્યો મોટો ઝટકો, Ant group હાથમાંથી સરક્યું!

પહેલા આ સમાચાર સૂત્રો તરફથી આવી રહ્યા હતા, પરંતુ હવે ન્યૂઝ એજન્સી AFP પર એક સ્પષ્ટતા આવી છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જેક માની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. એન્ટ ગ્રૂપની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફારનો અર્થ એ છે કે તેમણે તેના IPO માટે વધુ રાહ જોવી પડશે જે પહેલેથી જ લાંબી રાહમાં છે.

Jack Ma: એક જમાનામાં હતા એશિયાના સૌથી ધનવાન, હવે લાગ્યો મોટો ઝટકો, Ant group હાથમાંથી સરક્યું!

Jack Ma: એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા જેક મા માટે શરૂ થયેલી મુશ્કેલીઓનો સમય હજુ પૂરો થયો લાગ્તો નથી. ઘણા સમયથી તેમના વિશે એવા અહેવાલો હતા કે તે ગાયબ છે, પરંતુ 2 મહિના પહેલા તેમના વિશે સમાચાર આવ્યા હતા કે તે જાપાનમાં રહે છે. હવે એવા સમાચાર આવ્યા છે જે જેક મા માટે સૌથી મોટો ઝટકો છે. એન્ટ ગ્રૂપના સ્થાપક જેક માએ પોતાની કંપની પરથી નિયંત્રણમાંથી નીકળી ગઈ છે. હવે એન્ટ ગ્રુપમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 10 ટકા પર આવી ગયો છે અને નિયંત્રણ અધિકારો સમાપ્ત થઈ રહ્યા છે.

fallbacks

એન્ટ ગ્રૂપે IPO માટે વધુ રાહ જોવી પડશે
પહેલા આ સમાચાર સૂત્રો તરફથી આવી રહ્યા હતા, પરંતુ હવે ન્યૂઝ એજન્સી AFP પર એક સ્પષ્ટતા આવી છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જેક માની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. એન્ટ ગ્રૂપની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફારનો અર્થ એ છે કે તેમણે તેના IPO માટે વધુ રાહ જોવી પડશે જે પહેલેથી જ લાંબી રાહમાં છે. વર્ષ 2021 માં ચીનની સરકારે એન્ટ કંપનીના બ્લોકબસ્ટર $ 37 બિલિયન IPO પર પ્રતિબંધ મૂક્યો હતો અને અલીબાબા કંપની પર વિશ્વાસનો દુરુપયોગ કરવાના નામે રેકોર્ડબ્રેક $ 2.8 બિલિયનનો દંડ લગાવ્યો હતો.

એન્ટ ગ્રુપના નિવેદનથી સમાચારની પુષ્ટિ કરવામાં આવી
આજે સવારે એન્ટ ગ્રૂપના એક નિવેદન અનુસાર, ચીનના અબજોપતિ અને જાયન્ટ ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માનું હવે કંપની પર નિયંત્રણ રહેશે નહીં. ફિનટેક દિગ્ગજે પોતાના શેરહોલ્ડિંગ માળખું એવી રીતે ગોઠવ્યું છે કે અબજોપતિ જેક મા પાસે હવે કંપનીમાં કોઈ અધિકારો અને વોટિંગ અધિકારો પણ રહ્યા નથી. કંપનીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે ગ્રુપના શેરધારકો આવા એડજસ્ટમેન્ટ માટે સંમત થયા છે, જેના પછી જેક માના તમામ વોટિંગ રાઈટ્સ સમાપ્ત થઈ રહ્યા છે.

ચીન સરકારની ટીકા કર્યા બાદ તેમની કંપનીઓને હેરાન કરવામાં આવ્યા
જેક માએ 2020માં ચીનની નીતિઓની ટીકા કરી હતી. ચીનની નાણાકીય નિયમનકારી પ્રણાલીની ટીકા કરતા તેમણે સરકારી માલિકીની બેંકોની તુલના વ્યાજખોરો સાથે કરી હતી. તેમણે જાહેર ક્ષેત્રની બેંકો પર પ્યાદાની દુકાનની માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમન કરાર (બેઝલ એકોર્ડ્સ) પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારથી તેમના દ્વારા બનાવવામાં આવેલી એન્ટ અને અલીબાબા કંપનીઓને ચીની પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે.

જેક માની મુશ્કેલીઓ શા માટે અને ક્યારે શરૂ થઈ?
જો કે એન્ટ ગ્રુપના શેરહોલ્ડર્સની આર્થિક સ્થિતિ પર કોઈ અસર નહીં થાય, પરંતુ જેક મા માટે આ સમાચાર દુઃખદ હશે કારણ કે હવે જે કંપનીના નિર્માણમાં તેમનો સૌથી મોટો ફાળો હતો તેમાં તેમનો વોટિંગ અધિકાર ઘટીને લગભગ 50 ટકાથી ઘટીને 6.5 ટકા આવ્યો છે. જેક માની મુસીબતો વર્ષ 2020માં ત્યારે શરૂ થઈ જ્યારે તેનણે ચીની સરકારની ટીકા કરી અને ત્યારબાદ તેમની નેટવર્થમાં ઘટાડો થયો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More