Home> Business
Advertisement
Prev
Next

1 શેર પર 4 શેર મળશે ફ્રી, દિગ્ગજ કંપની આપી રહી છે બોનસ શેર, જાણો વિગત

Bonus Share: જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડ (Jindal WorldWide Ltd)એ એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે.

 1 શેર પર 4 શેર મળશે ફ્રી, દિગ્ગજ કંપની આપી રહી છે બોનસ શેર, જાણો વિગત

Bonus Share: ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડ (Jindal WorldWide Ltd)એ ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 1 શેર પર 4 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. બોનસ શેરની જાહેરાત કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવી છે.

fallbacks

દરેક 1 શેર પર મળશે 4 શેર ફ્રી
જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડે એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે આ પ્રક્રિયા 6 માર્ચ 2025 એટલે કે 2 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. જલ્દી તેની જાહેરાત કરવામાં આવશે.

કંપનીની જાણકારી સ્થિતિ કેવી છે?
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કુલ રેવેન્યુ 567.59 કરોડ રૂપિયા રહ્યું હતું. વાર્ષિક આધાર પર કંપનીના રેવેન્યુમાં 41.83 ટકાનો વધારો થયો હતો. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યુ 400.20 કરોડ રૂપિયા રહ્યું હતું. મહત્વનું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 17.47 કરોડ રૂપિયા રહ્યો હતો. જે પાછલા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં 43.41 ટકા વધુ છે.

આ પણ વાંચોઃ બુર્જ ખલીફાની મજા થઈ જશે ફિક્કી! દેશનો સૌથી મોંઘો પ્રોજેક્ટ...

શેર બજારમાં કેવું છે કંપનીના શેરનું પ્રદર્શન
શુક્રવારે એનએસઈમાં કંપનીના શેર બજાર બંધ થવા સમય પર 3.50 ટકાના ઘટાડા સાથે 421 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં, કંપનીએ પોઝિશનલ રોકાણકારોને 37 ટકાથી વધુ વળતર આપ્યું છે. NSEમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 471.20 અને 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 267.75 છે. કંપનીનું માર્કેટ કેપ 8441.91 કરોડ રૂપિયા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્... Read more

Read More