નવી દિલ્હી :દેશમાં હાલ નોકરી (Jobs) ના આંકડાને લઈને ચર્ચા તેજ બની છે. કેટલાક લોકોનું કહેવુ છે કે, નોકરીની તક ઘટી રહી છે. જ્યારે કે સરકાર કહી રહી છે કે, મોટી સંખ્યામાં લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યાં છે. આ સત્ય છે કે, જો કેટલાક લોકો પોતાનું સ્ટાર્ટઅપ (Start-up) શરૂ નહિ કરે, તો બીજાને નોકરી કેવી રીતે મળશે. તેથી કેટલાક સાહસી લોકોએ ઉદ્યમી બનવાનો રસ્તો અપનાવવો પડશે. પરંતુ આ પહેલા એ સમજી લેવું બહુ જ જરૂરી છે કે, શું તમારામાં ઉદ્યમી બનવવાની શક્યતાઓ છે અને કયા ક્ષેત્રમાં તમારે હાથ અજમાવવો જોઈએ.
તમારું મૂલ્યાંકન કરો
ઉદ્યમી બનવાને રસ્તામાં સૌથી પાયાગત સવાલ એ છે કે, શું બિઝનેસ કેમ કરવા માંગો છો. આ સવાલમાં જ એ વાતનો જવાબ પણ છુપાયેલો છે કે, તમારે કયો બિઝનેસ કરવો જોઈએ. આ કારણ વધુ રૂપિયા કમાવવા, કે આઝાદીની તક અથવા તો બીજુ કંઈ પણ હોઈ શકે છે. જ્યારે તમે આ કારણ શોધી લેશો, તો પછી પોતાની જાતને બીજા સવાલો કરો...
આ સવાલોનો જવાબ તમારી જાતને ઈમાનદારીથી આપો. બાદમાં તૈયારી સાથે વેપાર શરૂ કરો. ‘કરી લઈશું, થઈ જશે’ એવો એપ્રોચ ન રાખો, નહિ તો નુકશાન થશે. તમારી આદતોને નજરઅંદાજ ન કરો. જેમ તમે સવારે મોડા ઉઠો છો, તો વેપાર માટે જલ્દી પણ ઉઠવુ પડશે.
કયો વેપાર કરવો ?
આ તમામ બાબતો પર ધ્યાન આપીને તમે બિઝનેસમાં ઝંપલાવી શકો છો. યાદ રાખો કોઈ પણ બિઝનેસ આઈડિયા પર કામ શરૂ કરતા પહેલા તેમાં માત્ર સારી સારી બાબતો જ દેખાય છે, કામ શરૂ થવાની સાથે જ તેની બીજી બાજુ સામે આવતી જાય છે. તેથી ચેલેન્જિસનો સામનો કરવા માટે જરૂરી સાધનો તમારી પાસે હોવા જોઈએ.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે