નવી દિલ્હીઃ Kahan Packaging IPO: જો તમે પણ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)માં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક ખાસ તક આવી રહી છે. આગામી સપ્તાહે 6 સપ્ટેમ્બરે કહન પેકેજિંગનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. તેની ઈશ્યૂ પ્રાઇઝ 80 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ ઓફર 8 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. એટલે કે ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 6-8 સપ્ટેમ્બર સુધી દાંવ લગાવી શકશે.
શું ચાલી રહ્યો છે જીએમપી
ગ્રે માર્કેટમાં અત્યારથી કંપનીના શેર તેજીમાં છે. Topsharebrokers પ્રમાણે આ આઈપીઓનો જીએમપી 75 રૂપિયાના પ્રીમિયમ પર છે. એટલે કે તેનું લિસ્ટિંગ 155 રૂપિયા પર થઈ શકે છે. આ પ્રમાણે જોવામાં આવે તો પહેલા દિવસે ઈન્વેસ્ટરોને 93.75% નો જોરદાર નફો થઈ શકે છે.
આ પણ વાંચોઃ 35 રૂપિયાનો શેર ₹874 પર પહોંચ્યો, આ સોલાર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 2400% નું રિટર્ન
ચેક કરો અન્ય વિગત
બલ્ક પેકેજિંગ સોલ્યૂશન્સ કંપની પોતાના આઈપીઓ દ્વારા 7.2 લાખ શેરોમાંથી 5.76 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. મુંબઈ સ્થિત કંપનીએ 7.2 લાખ શેરની કુલ રજૂઆતમાંથી 40 હજાર ઈક્વિટી શેર રિઝર્વ છે અને બાકી 6.8 લાખ શેર રિટેલ ઈન્વેસ્ટરો અને હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ વચ્ચે સમાનરૂપથી વિભાજીત કરવામાં આવશે, એટલે પ્રત્યેક માટે 3.4 લાખ શેર છે.
કંપની વિશે
કહન પેકેજીંગ (પોલીપ્રોપીલીન (PP) અને ઉચ્ચ ઘનતા પોલીઈથીલીન (HDPE) વણેલા કાપડનું ઉત્પાદન કરે છે) બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) કૃષિ જંતુનાશકો, સિમેન્ટ, રસાયણ, ખાતર અને ખાદ્ય ઉત્પાદનોને પૂરા પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે