Home> Business
Advertisement
Prev
Next

ભારતમાં મોટાભાગના લોકો PFના આ ફાયદાથી હોય છે અજાણ, અને કરી બેસે છે મોટી ભૂલ

ગત દિવસોમાં ઈપીએફઓ (EPFO) તરફથી ખાતેદારોના ખાતામાં વ્યાજની રકમ મોકલવામાં આવી છે. જો તમે અત્યાર સુધી તેને ચેક કર્યું નથી, તો જલ્દી એકવાર પાસબુક લોગઈન કરીને જોઈ લો. હાલ ખાતાધારકના પગારમાંથી 12 ટકા પીએફ કપાય છે. એટલું જ પીએફની રકમ કંપની તરફથી આપવામાં આવે છે. નોકરી રાખનાર વ્યક્તિના કોન્ટ્રીબ્યુશનમાં પેન્શનનો ભાગ પણ હોય છે. જો તમારું પણ પીએફ એકાઉન્ટ છે, તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, પીએફ ખાતાના શું શું ફાયદા છે. કેમ આ ખાતાને ચાલુ રાખવું જોઈએ. તેના આ ફાયદા તમારા કામના છે...

ભારતમાં મોટાભાગના લોકો PFના આ ફાયદાથી હોય છે અજાણ, અને કરી બેસે છે મોટી ભૂલ

નવી દિલ્હી :ગત દિવસોમાં ઈપીએફઓ (EPFO) તરફથી ખાતેદારોના ખાતામાં વ્યાજની રકમ મોકલવામાં આવી છે. જો તમે અત્યાર સુધી તેને ચેક કર્યું નથી, તો જલ્દી એકવાર પાસબુક લોગઈન કરીને જોઈ લો. હાલ ખાતાધારકના પગારમાંથી 12 ટકા પીએફ કપાય છે. એટલું જ પીએફની રકમ કંપની તરફથી આપવામાં આવે છે. નોકરી રાખનાર વ્યક્તિના કોન્ટ્રીબ્યુશનમાં પેન્શનનો ભાગ પણ હોય છે. જો તમારું પણ પીએફ એકાઉન્ટ છે, તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, પીએફ ખાતાના શું શું ફાયદા છે. કેમ આ ખાતાને ચાલુ રાખવું જોઈએ. તેના આ ફાયદા તમારા કામના છે...

fallbacks

અમદાવાદીઓને અમિત શાહની 800 કરોડની દિવાળી ભેટ

6 લાખ સુધીનું ઈન્સ્યોરન્સ
તઆ ખાતા પર બાય ડિફોલ્ટ વીમો મળે છે. EDLI (એમ્પ્લોઈ ડિપોઝીટ લિંક્ડ ઈન્સ્યોરન્સ) યોજના અંતર્ગત તમને પીએફ ખાતા પર 6 લાખ રૂપિયા સુધીનુ ઈન્સ્યોરન્સ મળે છે. આ યોજના અંતર્ગત ખાતાધારકને એક લમસમ પેમેન્ટ મળે છે. તેનો ફાયદો કોઈ બીમાર કે એક્સિડન્ટ અને મૃત્યુ સમયે લઈ શકાય છે. 

Photos : દીપિકા હવે એવા પાત્રમાં દેખાશે, કે અન્ય અભિનેત્રીઓને આવશે ઈર્ષા

રિયાટર્ડમેન્ટ બાદ પેન્શન
10 વર્ષ સુધી રેગ્યુલર પીએફ ખાતામાં રૂપિયા જમા થતા રહેવાની સ્થિતિમાં તમને તમારા ખાતા પર એમ્પ્લોઈ પેન્શન સ્કીમનો ફાયદો મળે છે. જો કોઈ ખાતાધારક સતત 10 વર્ષ નોકરીમાં રહે છે અને તેના ખાતામાં સત એક રકમ જમા થતી રહે છે, તો એમ્પ્લોઈ પેન્શન સ્કીમ 1995 અંતર્ગત તેને રિટાયર્ડમેન્ટ બાદ એક હજાર રૂપિયા પેન્શન રૂપે મળે છે. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

નિષ્ક્રીય ખાતા પર વ્યાજ મળશે
ઈપીએફઓએ ગત વર્ષે જ નિષ્ક્રીય રહેલા ખાતા પર વ્યાજ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલા આવું ન હતું. હવે આવા પીએફ ખાતા પર પણ વ્યાજ મળશે, જે 3 વર્ષથી વધુ સમય સુધી નિષ્ક્રીય પડ્યા હોય. હકીકતમાં, 3 વર્ષ સુધી જે ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય તો તેને નિષ્ક્રીય ખાતાની કેટેગરીમાં નાંખવામાં આવે છે. હવે આવા ખાતા પર વ્યાજ મળશે. એક્સપર્ટસ કહે છે કે, નોકરી બદલતા જ તમારે તમારું પીએફ ખાતુ ટ્રાન્સફર કરી લેવુ જોઈએ. તેનાથી તમને નિયમિત રકમ પર વ્યાજ મળશે. જો તમે આવુ નથી કરતા, તો નિયમ અનુસાર, પાંચ વર્ષથી વધુ સમય સુધી ખાતુ નિષ્ક્રીય રહેવાની સ્થિતિમાં વિથડ્રોલના સમયે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. 

સુરત : દુકાનોમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, સિક્યોરિટી ગાર્ડ અને ચાઈનીસ લારી પર કામ કરતા, તો રાત્રે ચોરી...

જાતે થયું પીએફ ખાતુ ટ્રાન્સફર
નોકરી બદલવા પર પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હવે સરળ થયું છે. આધાર લિંક તમારા યુએન (યુનિક નંબર) નંબર દ્વારા તમે નોકરી બદલવાની સ્થિતિમાં ટ્રાન્સફર કરી શકો છો. નવી નોકરી જોઈ કરવા પર ઈપીએફના રૂપિયા ક્લેઈમ કરવા માટે ફોર્મ-13 ભરવાની જરૂર નહિ પડે. ઈપીએફોએ હાલમાં જ એક નવુ ફોર્મ-11 જાહરે કર્યું છે, જેનાથી તમારું જૂનુ ખાતું નવા ખાતામાં આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. 

આ કન્ડિશનમાં રૂપિયા કાઢી શકશો
હંમેશા લોકો નોકરી બદલતા સમયે પીએફ ખાતામાંથી રૂપિયા લઈ લે છે. આવું એટલા માટે કે, તેઓને લાગે છે કે, ચાલુ ખાતામાંથી રૂપિયા કાઢી શકાતા નથી. આવું નથી. તમે કેટલીક સ્થિતિઓમાં તમારા પીએફ ખાતામાંથી રૂપિયા કાઢી શકો છો. જોકે, આ દરમિયાન તમને એક નિશ્ચિત રકમ જ કાઢી શકો છો. મકાન ખરાદીવા કે બનાવવા માટે, મકાનના લીન રિપેમેમન્ટ કરવા માટે, બીમારીમાં, બાળકીની ઉચ્ચ શિક્ષા માટે, દીકરીઓના લગ્નમાં. જોકે, આ ફાયદામાં લાભ ઉઠાવવા માટે ખાતાધારકોને એક નિશ્ચિત સમય સુધી ઈપીએફઓના મેમ્બર હોવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More