Home> Business
Advertisement
Prev
Next

160 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે ડુંગળી, જાણો અન્ય રાજ્યોમાં શું છે ભાવ

ડુંગળી (Onion)ની કિંમત આકાશને આંબી રહી છે. સરકારના લાખો પ્રયત્નો છતાં ડુંગળીના ભાવમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. પરંતુ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય જનતા હવે ડુંગળીના નામથી ડરવા લાગી છે. કલકત્તા (Kolkata)માં તો ડુંગળીના ભાવમાં આગ લાગી ગઇ છે.

160 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે ડુંગળી, જાણો અન્ય રાજ્યોમાં શું છે ભાવ

અયાન ઘોષાલ, કલકત્તા: ડુંગળી (Onion)ની કિંમત આકાશને આંબી રહી છે. સરકારના લાખો પ્રયત્નો છતાં ડુંગળીના ભાવમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. પરંતુ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય જનતા હવે ડુંગળીના નામથી ડરવા લાગી છે. કલકત્તા (Kolkata)માં તો ડુંગળીના ભાવમાં આગ લાગી ગઇ છે. અહીં છુટક બજારમાં 160 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર સહિત ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ડુંગળી 120થી માંડીને 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

fallbacks

જાણકારી અનુસાર બુધવારે (4 ડિસેમ્બર) સાંજ સુધી ડુંગળીના ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો હતો જે ગુરૂવારે સવારે 20 રૂપિયા વધીને 160 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ એક બોરીની કિંમત જથ્થાબંધ બજારમાં 4800 રૂપિયા હતી. મંગળવારે રાત્રે આંધ્ર પ્રદેશથી બંગાળમાં 21 ટ્રક ડુંગળી પહોંચી હતી પરંતુ બુધવારે રાત્રે ફક્ત 11 ટ્રક જ પહોંચી જેના લીધે રાતોરાત ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

કલકત્તા- 160 રૂપિયા
માલદા- 120-130 રૂપિયા
બુર્ધવાન- 150 રૂપિયા
અલીપુરદૌર- 120 રૂપિયા
દુર્ગાપુર- 120-125 રૂપિયા
હુબલી- 140 રૂપિયા
નાદિયા- 120 રૂપિયા

મળી રહેલી જાણકારી અનુસાર માનિકતલ્લા બજાર બાદ હવે કાંકુડગાછી સહિત ઉત્તર કલકત્તાના 5 બજારોમાં શાકભાજી વેચનારાઓએ ડુંગળી ન વેચવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ખરીદનારા પણ ડુંગળી ખરીદવામાં ટાળી રહ્યા છે.

દેશમાં ડુંગળીની વધતી જતી કિંમતોને લઇને લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ આજે સવારે 10:30 વાગે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પ્રદર્શનમાં સામેલ થશે. કોંગ્રેસ સદનમાં પણ ડુંગળીનો મુદ્દો ઉઠી શકે છે.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More