Leela Hotels IPO: લીલા પેલેસ હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ ઓપરેટ કરનારી કંપની શ્લોસ બેંગલોર (Schloss Bangalore) નો આઈપીઓ 26 મે, 2025ના ખુલી રહ્યો છે. આ મેનબોર્ડ આઈપીઓ દ્વારા 3500 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવશે. બ્રુકફીલ્ડ સમર્થિત શ્લોસ બેંગલોર લિમિટેડે આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 413-435 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનું માર્કેટ કેપ હાલ 10155 કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે.
કંપનીએ આઈપીઓની સાઇઝ ઘટાડી
મહત્વનું છે કે કંપનીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં માર્કેટ રેગુલેટર સેબીની પાસે જમા કરાવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) માં આઈપીઓની સાઇઝ 5000 કરોડ રૂપિયા જણાવી હતી, જેને 1500 કરોડ રૂપિયા સુધી ઘટાડી દીધી છે. આ ઈશ્યુને ડિસેમ્બર 2024મા સેબી પાસેથી મંજૂરી મળી હતી.
કંપનીએ 20 મેના રોજ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કર્યું હતું. જોકે શ્લોસે IPOનું કદ ઘટાડવાનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ ટેરિફ અને અન્ય ભૂ-રાજકીય તણાવને કારણે બજારમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. એથર એનર્જીએ તાજેતરમાં જ તેના IPOનું કદ રૂ. 3100 કરોડથી ઘટાડીને રૂ. 2626 કરોડ કર્યું હતું.
આ પણ વાંચોઃ કંપનીમાં 10 વર્ષ કર્યું કામ, 60000 રૂપિયા છે છેલ્લો પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી?
આ દિવસે થશે લિસ્ટિંગ
લીલા હોટલ્સના આઈપીઓ માટે 26 મેથી ઈન્વેસ્ટરો બોલી લગાવી શકશે. 28 મેએ ઈશ્યુ બંધ થશે. શેર એલોટમેન્ટ 29 મેએ થવાની આશા છે. જ્યારે શેરનું લિસ્ટિંગ 2 જૂને બીએસઈ અને એનએસઈ પર થશે. આ આઈપીઓમાં 5.75 કરોડ શેરની સાથે 2500 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 2.30 કરોડ શેરની સાથે 1000 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ સામેલ છે. આઈપીઓની લોટ સાઇઝ 34 શેર છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે 14042 રૂપિયા લગાવવા પડશે.
આ કામમાં થશે રકમનો ઉપયો
કંપનીએ પોતાની ફાઇલિંગમાં કહ્યું છે કે આ ઈશ્યુમાં ઓફરનો 75 ટકા ભાગ યોગ્ય સંસ્થાગત ઈન્વેસ્ટરો (ક્યુઆઈબી) માટે રિઝર્વ છે, 15 ટકા બિન-સંસ્થાગત રોકાણકારો (એનઆઈઆઈ) તથા બાકીના 10 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે છે.
આઈપીઓથી ભેગી કરેલી રકમનો ઉપયોગ કંપની બાકી લોનની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ ઈદ્દેશ્ય માટે કરશે. ભારતની સૌથી મોટી લક્ઝરી હોસ્પિટાલિટી કંપનીઓમાંથી એક શ્લોસ બેંગલોર ભારતમાં 3553 હોટલો સાથે 13 લક્ઝરી હોટલોનું સંચાલન કરે છે. તેના પોર્ટફોલિયોમાં ધ લીલા પેલેસ, ધ લીલા બોટલ અને ધ લીલા રિસોર્ટસ સામેલ છે.
GMP શું ચાલી રહ્યો છે?
આઈપીઓ પહેલા લીલા હોટલ્સના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે, કારણ કે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત વધી રહ્યું છે. શેર બજારના જાણકારો પ્રમાણે 23 મેએ લીલા હોટલ્સના આઈપીઓનો જીએમપી વધી 15 રૂપિયા પ્રતિ શેર થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે