Home> Business
Advertisement
Prev
Next

LIC IPO માં રોકણકારો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર... બધુ છોડીને પહેલાં જાણી લો આ માહિતી

સરકારે LIC IPO માટે પ્રાઇસ બેંડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેમાં પોલિસી હોલ્ડર્સને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમારી પોલિસીમાં તમારી પાન ડીટેલ્સ લિંક હોવું જોઇએ. પોલિસીમાં પાન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી. 

LIC IPO માં રોકણકારો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર... બધુ છોડીને પહેલાં જાણી લો આ માહિતી

LIC IPO: ભારતીય જીવન વિમા નિગમનો આઇપીઓ ઓપન છે. જો તમે પણ આઇપીઓમાં રોકાણ કરવા માંગો છો. તો આગામી શનિવાર અને રવિવારે પણ પૈસા રોકી શકો છો. એલઆઇસી આઇપીઓ 4 મે થી 9 મે 2022 સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન છે. એલઆઇસીએ પોતાના સબ્સક્રાઇબર્સની સુવિધા માટે શનિવાર (7 મે) અને રવિવાર (8 મે) ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આઇપીઓ માર્કેટ ટાઇમિંગ નક્કી કર્યો છે. આ દરમિયાન સબ્સક્રિપ્શન લઇ શકો છો. 

fallbacks

સરકારે LIC IPO માટે પ્રાઇસ બેંડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેમાં પોલિસી હોલ્ડર્સને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમારી પોલિસીમાં તમારી પાન ડીટેલ્સ લિંક હોવું જોઇએ. પોલિસીમાં પાન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી. 

જો તમારી પાસે  LIC IPO ના DRHP ફાઇલ કરાવવાના દિવસે એટલે કે 13 ફેબ્રુઆરી 2022 પહેલાં એલઆઇસીની કોઇ પણ પોલિસી છે, તો આ આઇપીઓમાં ડિસ્કાઉન્ટ લઇ શકો છો. આ વાતથી કોઇ ફરક પડતો નથી કે તમારી પોલિસી કેટલી જૂની છે અને તેની સાઇઝ શું છે. એલઆઇસીની નાની પોલિસીને ઓછું ડિસ્કાઉન્ટ મળશે અને મોટી પોલિસીને વધુ ડિસ્કાઉન્ટ મળશે, એવું બિલકુલ પણ નથી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ આઇપીઓમાં 16,20,78,067 શેર ઇશ્યૂ કરવામાં આવ્યા છે. સેબીના લેટેસ્ટ સર્કુલરના અનુસાર આમ તો વ્યક્તિગત રોકાણ જે ઓછામાં ઓછું 5 લાખ રૂપિયા લગાવાશે, તેમને યુપીઆઇ પેમેન્ટ કરવું પડશે. સાથે જ બિડ કમ એપ્લિકેશન ફોર્મ સાથે યૂપીઆઇ આડી પણ શેર કરવાનું છે. સરકાર આ ઇશ્યૂમાં ઓફર ફોર સેલ (OFS) દ્રારા પોતાની 3.5 ટકા ભાગી કંપનીમાં ઘટાડશે. સરકારનો પ્લાન આ ઓફર વડે લગભગ 21,000 કરોડ ભેગા કરવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More