LIC દ્વારા લોકોને ઘણા પ્લાન પુરા પાડવામાં આવે છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ પ્લાન પ્રાપ્ત કરી શકે છે. તો બીજી તરફ તેમાં ઘણા પ્લાન એવા પણ છે જેના દ્વારા તમે એક મોટી એમાઉન્ટનું ફંડ પણ બનાવી શકો છો. એવો જ એક પ્લાન છે એલઆઇસીનો ન્યૂ એંડોમેન્ટ પ્લાન.
એલઆઇસીનો ન્યૂ એંડોમેન્ટ પ્લાન ઘણા પ્રકારે ખાસ છે. આ પ્લાન દ્વારા લોન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે અને સારું રિટર્ન પણ પ્રાપ્ત કરી શકાય છે. સાથે જ એલઆઇસીના આ પ્લાનમાં લોકોને રિસ્ક કવર પણ મળે છે.
અહીં છે વિચિત્ર કુપ્રથા, જ્યાં સુહાગરાતના દિવસે સફેદ ચાદર નક્કી કરે છે Virginity Test
LIC New Endowment Plan ની ખાસ વાતો
- મિનિમમ ઉંમર-8 વર્ષ
-મેક્સિમમ ઉંમર-55 વર્ષ
- મિનિમમ સમ એશ્યોર્ડ (વીમા રકમ)- 1 લાખ રૂપિયા
- મેક્સિમમ સમ એશ્યોર્ડ (વીમા રકમ)- કોઇ લિમિટ નથી
- મિનિમમ ટર્મ- 12 વર્ષ
- મેક્સિમમ - 35 વર્ષ
છોટા પેક બડા ધમાકા: ભલે આ ધંધો નાનો લાગતો હોય પણ દર મહિને થશે લાખોની કમાણી
આ રીતે મેળવો 65 લાખનું ફંડ
તમારી ઉંમર 30 વર્ષ છે તો એલઆઇસીના ન્યૂ એંડોમેન્ટ પ્લાન દ્વારા આ રીતે 65 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. 30 વર્ષની ઉંમરમાં જો આ પ્લાન લઇ રહ્યા છો તો તેમાં સમ એશ્યોર્ડ 19 લાખ રૂપિયા રાખવી પડશે. તો બીજી તરફ ટર્મ વર્ષ રાખવી પડશે ત્યારબાદ પહેલાં વર્ષે દર મહિને લગભગ 5253 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવા પડશે.
ત્યારબાદ બીજા વર્ષથી દર મહિને મેચ્યોરિટી સુધી 5140 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવા પડશે. ત્યારબાદ 30 વર્ષ પછી 60 વર્ષની ઉંમરમાં મેચ્યોરિટી એમાઉન્ટ મળશે. મેંચ્યોરિટી એમાઉન્ટ તરીકે પણ લગભગ 65,55,000 રૂપિયાનું રિટર્ન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે