Home> Business
Advertisement
Prev
Next

LIC સ્પેશિયલ સ્કીમ: LIC ની આ પોલિસીમાં કરો રોકાણ, દર મહિને મળશે 12 હજાર રૂપિયાનું Pension

તમે પણ નિવૃત્તિ બાદ દર મહિને એક ચોક્કસ રકમ તમને મળી રહ્યાં તેનો પ્લાન કરી રહ્યાં છો તો એલઆઈસીની આ સ્કીમ તમારા માટે ખુબ ઉપયોગી છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન મેળવી શકો છો. 
 

LIC સ્પેશિયલ સ્કીમ: LIC ની આ પોલિસીમાં કરો રોકાણ, દર મહિને મળશે 12 હજાર રૂપિયાનું  Pension

LIC Pension Scheme:  ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકોને પોતાની નિવૃત્તિની ચિંતા રહે છે. તેવામાં લોગો સેવિંગ માટે પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ સેવિંગ કરવાથી નિવૃત્તિ બાદ રેગુલર આવક થતી નથી. રેગુલર આવક માટે દેશમાં ઘણી યોજનાઓ લાગૂ છે. જેમાં દેશની સૌથી મોટી વીમા કંપની LIC જોર-શોરથી કામ કરી રહી છે. એલઆઈસીની પાસે દરેક કેટેગરી માટે પોલિસી યોજનાઓ છે. આ યોજનાઓની મદદથી તમે ભવિષ્ય માટે આવકની વ્યવસ્થા કરી શકો છો.

fallbacks

તમને જણાવી દઈએ કે એલઆઈસી પોતાના સરળ પેન્શન પ્લાનથી નિવૃત્તિ માટે ઘણા પૈસા ભેગા કરી શકો છો. 

શું છે એલઆઈસી સરળ પેન્શન પ્લાન?
એલઆઈસી સરળ પેન્શન યોજના હેઠળ દર મહિને 12,000 રૂપિયાનું પેન્શન મળે છે. તે માટે તમારે માત્ર એકવાર પ્રીમિયમની ચુકવણી કરવી પડશે અને ત્યારબાદ 60 વર્ષની ઉંમરમાં તમને દર મહિને 12000 રૂપિયાનું પેન્શન મળશે. આ પેન્શનનો લાભ તમને આજીવન મળશે. જો તમે 60 વર્ષની ઉંમરમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 58950 રૂપિયાનું પેન્શન મળશે. આ પેન્શન રોકાણ ખાતા પર નિર્ભર કરે છે. 

આ પણ વાંચોઃ આ ગુજરાતીએ બાળકોના પેન્સિલ-રબ્બર વેચી ઊભી કરી 4 હજાર કરોડની કંપની, હવે લાવશે IPO

સરળ પેન્શન યોજના માટે કઈ રીતે કરશો અરજી?
જો તમે આ પેન્શન યોજના માટે અરજી કરવા ઈચ્છો છો તો તમે ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે અરજી કરી શકો છો. આ યોજનામાં વાર્ષિક મિનિમમ 12000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. જ્યારે મેક્સિમમ કોઈ મર્યાદા નથી. આ યોજના 40 વર્ષથી 80 વર્ષ સુધીના લોકો માટે છે. પોલિસીધારકને આ પોલિસીની શરૂઆતની તારીખથી 6 મબિના બાદ ગમે ત્યારે લોનનો લાભ મળશે. 

LIC શું છે?
LIC નું ફુલ ફોર્મ- ભારતીય જીવન વીમા નિગમ. ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની છે અને દેશની સૌથી મોટી ઈન્વેસ્ટર કંપની પણ છે. તેની માલિકી સંપૂર્ણ રીતે ભારત સરકાર પાસે છે. તેની સ્થાપના વર્ષ 1956માં થઈ હતી. એલઆઈસીનું મુખ્યાલય મુંબઈમાં છે. 

આ પણ વાંચોઃ રક્ષાબંધન પહેલા બહેનોને સરકારે આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More