Home> Business
Advertisement
Prev
Next

બજેટ 2019: બજેટ મુદ્દે મોદીએ કહ્યું, 'અમારો પુરો પ્રયત્ન છે કે દેશનો ખેડૂત સશક્ત બને'

મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મ અસર પાડે છે.

બજેટ 2019: બજેટ મુદ્દે મોદીએ કહ્યું, 'અમારો પુરો પ્રયત્ન છે કે દેશનો ખેડૂત સશક્ત બને'

નવી દિલ્હી: મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મ અસર પાડે છે.

fallbacks

બજેટ 2019: બજેટને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

તેમણે કહ્યું કે ઇનકમ ટેક્સમાં છૂટ વધતાં શુભેચ્છા પાઠવું છું. ખેડૂતોને લઇને આ સરકાર એક-એકથી ચઢિયાતા પગલાં ભરી રહી છે. અમારો પુરતો પ્રયત્ન છે કે અમે ખેડૂતોને સશક્ત કરીએ, તેના માટે તેને સાધન આપીએ અને સંશાધાન આપીએ, જેથી તે પોતાની આવક બમણી કરી શકે.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે દેશનો એક મોટો વર્ગ આજે પોતાના સપનાને સાકાર કરવામાં અને દેશના વિકાસને ગતિ આપવામાં લાગેલો છે. તેમના માટે સરકાર પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરશે. તેમણે કહ્યું કે આ બજેટથી 3 કરોડથી વધુ મધ્યમ વર્ગને ટેક્સ આપનારાઓને અને 30-40 કરોડ શ્રમિકોને સીધો લાભ મળશે. 

Budget 2019: સરકારની મોટી ભેટ, નાના કરદાતાઓને ટેક્સમાં 5 લાખ સુધી રાહત

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે આ બજેટમાં ખેડૂત ઉન્નતિથી માંડીને, બિઝનેસમેનની પ્રગતિ સુધી, ઇનકમ ટેક્સથી માંડીને ઇંફ્રાસ્ટ્રક્ચર સુધી, હાઉસિંગથી માંડીને હેલ્થકેર સુધી, ઇકોનોમીની નવી ગતિથી માંડીને ન્યૂ ઇંડીયાના નિર્માત સુધીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ગરીબને શક્તિ આપશે, ખેડૂતને મજબૂતી આપશે, શ્રમિકોને સન્માન આપશે, મધ્યમ વર્ગના સપનાને સાકાર કરશે, ઇમાનદાર કરદાતાનું ગૌરવગાન કરશે, ઇંફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ગતિ આપશે અને અર્થવ્યવસ્થાને બળ પુરૂ પાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More