Home> Business
Advertisement

Budget 2025 : મિડલ ક્લાસ માટે મોટા ખુશખબર, 12 લાખની આવક સુધી નહીં ભરવો પડે ટેક્સ, બજેટની મહત્વની જાહેરાતો જાણો

Union Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કર્યું. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ દુનિયા આ બજેટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બજેટની પળેપળની અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....  

Budget 2025 : મિડલ ક્લાસ માટે મોટા ખુશખબર, 12 લાખની આવક સુધી નહીં ભરવો પડે ટેક્સ, બજેટની મહત્વની જાહેરાતો જાણો
LIVE Blog

સંસદથી લાઈવ.....

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

01 February 2025
01 February 2025 12:16 PM

મીડલ ક્લાસ માટે મોટી જાહેરાત
-  ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં. 

01 February 2025 12:11 PM

કેટલીક મહત્વની જાહેરાત
- વૃદ્ધો માટે સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન 50 હજારથી વધારીને એક લાખ કરાયું. 
- તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ડિજિટલ શિક્ષણ સંસાધનો સુધી સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક વિદ્યાલયો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે. 

01 February 2025 12:03 PM

82 વસ્તુઓ પરથી સેસ હટાવવામાં આવી
- મોબાઈલ ફોન સસ્તા થશે
- ચામડું સસ્તું થશે
- LED/LCD સસ્તા થશે
- ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે
- કેન્સરની દવાઓ સસ્તી થશે
- મેડિકલ ઉપકરણો સસ્તા થશે. 
- વણકરો દ્વારા બનાવવામાં આવેલા કપડાં સસ્તા  થશે.
-લિથિયમ બેટરી પર છૂટ, લિથિયમ આયર્ન બેટરી સસ્તી થશે. 
- 6 જીવન રક્ષક દવાઓ સસ્તી થશે.

01 February 2025 11:59 AM

બજેટની મહત્વની જાહેરાતો
- કેન્સરની સારવારની 36 દવાઓ સસ્તી થશે. 
- મેડિકલ ઉપકરણો સસ્તા થશે. 
- સેન્ટ્રલ કેવાયસી (KYC) રજિસ્ટ્રી બનાવવામાં આવશે. 
- ટેક્સટાઈલ સેક્ટરમાં છૂટ મળશે.
- રાજ્ય ખનન સૂચકઆંક બનાવવામાં આવશે. 
- ઝિંક જેવા 12 ખનીજ છૂટના દાયરામાં
- રાજ્યોને વિકાસ માટે 1.5 લાખ કરોડ
- ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે મોટી જાહેરાત. મોટા ટીવી સેટ મોંઘા થશે. 
- પેન્સિલ, બેટરી પ્રોડક્ટ સસ્તા  થશે. 
- ઈવી બેટરી પર છૂટની જાહેરાત, ઈવી બેટરી ઉત્પાદન પર છૂટ અપાશે. 
- બજેટમાં 82 વસ્તુઓ પરથી સેસ હટાવવામાં આવી. 

01 February 2025 11:54 AM

વીમા સેક્ટર પર મહત્વની જાહેરાત
વીમા સેક્ટરમાં એફડીઆઈ વધારવામાં આવી. હવે 75 ટકાની જગ્યાએ 100 ટકા એફડીઆઈ. 

01 February 2025 11:50 AM

આવકવેરા પર નાણામંત્રીની મોટી જાહેરાત
આકવેરા પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવામાં આવશે. 

01 February 2025 11:49 AM

બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો
બજેટની શરૂઆતમાં જ નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી. આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે હવે 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની લિમિટ કરવામાં આવી છે. જ્યારે ધન ધાન્ય યોજના હેઠળ ઓછા ઉપજવાળા 100 જિલ્લા તેમાં સામેલ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. 

01 February 2025 11:44 AM

પરમાણુ ઊર્જા મિશન માટે જાહેરાત
નાણામંત્રીએ પરમાણુ ઊર્જા મિશન માટે 20 હજાર કરોડના બજેટની જાહેરાત કરી છે. મિશન માટે 100 ગીગા વોટ પાવરની જરૂર, નાના મોડલ રિએક્ટર પર સંશોધન માટે 20 હજાર કરોડ રૂપિયાનું બજેટ સાથે એટોમિક એનર્જી મિશન શરૂ કરવામાં આવશે. બજેટમાં કરાઈ મોટી જાહેરાત. 
 

01 February 2025 11:44 AM

બજેટ ભાષણની મહત્વની વાતો...
- જળ જીવન મિશનને 2028 સુધી લંબાવવામાં આવશે. 
- નાની કંપનીઓ માટે વિશેષ ક્રેડિટ કાર્ડની જાહેરાત, પહેલા વર્ષમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ અપાશે. 
- ફૂટવેર અને લેધર ઉદ્યોગ માટે  ખાસ યોજના
- ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે
- નિકાસ વધારવા માટે નવી સ્કીમ. નિકાસ માટે એક્સપોર્ટ પ્રમોશન સેન્ટર 
- જેનેટિક રિસોર્સ માટે જિન બેંક

01 February 2025 11:37 AM

બિહાર માટે અનેક મહત્વની જાહેરાતો
-  બિહારમાં મખાના બોર્ડ  બનશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. 
- 120 નવા એરપોર્ટને ઉડાણ યોજના સાથે જોડવામાં આવશે. 
- બિહાર માટે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટની જાહેરાત
- પ્રાઈવેટ સેક્ટરમાં પીએમ ગતિ શક્તિ સ્કીમ
- મુદ્રા લોન પર હોમ સ્ટે. હોમ સ્ટે બનાવવા માટે મળશે મુદ્રા લોન
- પટણા એરપોર્ટ, બિહટા એરપર્ટનો વિસ્તાર કરાશે. 

01 February 2025 11:37 AM

- 5 વર્ષમાં 75000 મેડિકલ સીટો વધારવામાં આવશે. 
- આઈઆઈટી પટણાનો વિસ્તાર કરાશે. 
- ભારતીય પોસ્ટ વિભાગને જાહેર સંસ્થામાં ફેરવી દેવાશે. 
- ગામડામાં સમૃદ્ધિ માટે રાજ્યો સાથે નીતિનું ઘડતર કરાશે. 
- બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. 
- 5 લાખની મર્યાદા સાથે માઈક્રો એન્ટરપ્રાઈસીસ માટે વિશેષ અનુકૂળ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે. 
 

01 February 2025 11:30 AM

મેડિકલમાં સીટ વધારવામાં આવશે
- અન્ય જાહેરાતોમાં નાણામંત્રીએ કહ્યું કે મેડિકલમાં 10 હજાર સીટો વધારવામાં આવશે.
- સ્ટાર્ટઅપ લોન માટે બજેટ વધારવામાં આવ્યું. હવે 10 કરોડની લોનની સુવિધા. 
- AI એક્સેલન્સ સેન્ટર બનાવવામાં આવશે.
- 5 લાખ SC-ST મહિલાઓ માટે નવી યોજના. સ્કીલ આધારિત ટ્રેનિંગ આપશે. 
- તમામ જિલ્લા હોસ્પિટલોમાં 3 વર્ષમાં કેન્સર સેન્ટર બનાવાશે.  

01 February 2025 11:26 AM

મહત્વની જાહેરાતો
- આંદમાન નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન અપાશે. 
- કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ કપાસની લાંબી ફાઈબર જાતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 
- 5 લાખ SC-ST મહિલાઓ માટે નવી યોજના
- ભારતને રમકડાં હબ બનાવીશું- નાણામંત્રી

01 February 2025 11:20 AM

કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત
નાણામંત્રીએ ખેડૂતો માટે અન્ય મહત્વની જાહેરાત કરતા કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ કરી છે. સીતારમણે કહ્યું કે ગરીબ, યુવાઓ, મહિલાઓ, કિસાનોના ઉત્થાન પર ફોકસ રહેશે. ફાર્મ ગ્રોથ, ગ્રામીણ વિકાસ, મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન અપાઈ રહ્યું છે. આ સાથે જ ફાઈનાન્શિયલ સેક્ટરના રિફોર્મ પર ધ્યાન આપીશું. 100 જિલ્લાઓમાં ધન ધાન્ય યોજના શરૂ થઈ રહી છે. 

01 February 2025 11:17 AM

બજેટની મહત્વની જાહેરાત
દાળોમાં આત્મનિર્ભરતા માટે નીતિની જાહેરાત, તુવેર, અડદ, મસૂર માટે 6 વર્ષનું સ્પેશિયલ મિશન. કેન્દ્રની એજન્સીઓ આગામી 3 વર્ષમાં તુવેર, અડદ, મસૂર ખરીદશે. 

01 February 2025 11:16 AM

ધન ધાન્ય યોજનાની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સેક્ટરના રિફોર્મ પર ધ્યાન આપીશું. 100 જિલ્લામાં ધન ધાન્ય યોજનાની શરૂઆત. ઓછી ઉપજવાળા જિલ્લાને ધન ધાન્ય યોજના હેઠળ લાવીશું. એગ્રી પ્રોગ્રામથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. 

01 February 2025 11:03 AM

નાણામંત્રીએ બજેટ ભાષણની શરૂઆત કરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી. જો કે  ભાષણની શરૂઆત કરતાની સાથે જ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો. 
 

01 February 2025 10:38 AM

કેબિનેટે આપી બજેટને મંજૂરી
સંસદ ભવનમાં કેબિનેટ બેઠક યોજાઈ. સંસદમાં બજેટ રજુ કરતા પહેલા તેને કેબિનેટ બેઠકમાં રજુ કરાયું. કેબિનેટ બેઠકમાં 2025-26ના બજેટને મંજૂરી આપવામાં આવી છે. 

01 February 2025 10:12 AM

બજેટ સારા માહોલમાં આવશે- કિરિન રિજિજૂ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે કે દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. બજેટ સારા માહોલમાં આવશે, તેની અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. બજેટ હવે રજુ થશે અને અમે બધા સંસદ જઈ રહ્યા છીએ. 

01 February 2025 10:03 AM

સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી
રાષ્ટ્રપતિ દ્રૈૌપદી મુર્મૂ સાથે મુલાકાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈને સંસદ ભવન પહોંચ્યા. સવારે 11 વાગે સંસદમાં બજેટ રજુ કરશે. 

01 February 2025 09:41 AM

નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
નાણા મંત્રાલયથી નીકળીને નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બજેટ રજુ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. 

01 February 2025 09:32 AM

બજેટની કોપીઓ સંસદ પહોંચી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાનું આઠમું બજેટ રજુ કરશે. બજેટની કોપીઓ હાલ સંસદ પહોંચી ગઈ છે. 

01 February 2025 08:54 AM

નાણા મંત્રી પહોંચ્યા નાણા મંત્રાલય
આજે દેશનું સામાન્ય બજેટ રજુ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલ નાણા મંત્રાલય પહોંચ્યા છે. તેઓ આજે સંસદમાં બજેટ રજુ કરશે. 

01 February 2025 08:51 AM

ઈન્ફ્રાસ્ટ્ર્કચર પર રોકાણ પર ભાર
ભારતને વૃદ્ધિની ઊંચી રફતાર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણને સતત વધારવાની જરૂર છે. ઈકોનોમિક સર્વે 2024-25માં કહેવાયું કે ભારતે ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં રોકાણ સતત વધારવાની જરૂર છે. 
 

01 February 2025 08:48 AM

આ રાજ્યની ભાગીદારી વધુ
આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુી દેશની કુલ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ)માં ભાગીદારી 43 ટકા નજીક છે. જ્યારે સિક્કિમ અને અસમને બાદ ક રતા છ પૂર્વોત્તર રાજ્યોની કુલ જીવીએમાં ભાગીદારી 0.7 ટકા છે. 

01 February 2025 08:48 AM

ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટર પર ફોકસ
આર્થિક સર્વેક્ષણમાં શુક્રવારે કહેવાયું કે રાજ્યોને ઔદ્યોગિક કે સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ હાંસલ કરવા માટે પ્રાથમિકતાના આધાર પર વ્યવસાયિક સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

01 February 2025 08:29 AM

રિસાઈકલિંગ ઈકોસિસ્ટમ પર ફોકસની આશા
ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ ઈ કચરા ઉત્પાદક દેશ છે. વાર્ષિક 32 લાખ ટનથી વધુ ઈ કચરો પેદા થાય છે. સમયની માંગણી જોતા આ બજેટમાં સસ્ટેનેબિલિટી અને સંસાધનોના મામલે આત્મનિર્ભરતા પર પહેલા કરતા વધુ ફોકસની આશા છે. 
 

01 February 2025 08:09 AM

મિડલ ક્લાસને મળી શકે છે રાહત
પીએમ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે ધનની દેવીનું આહ્વાન કર્યા બાદ આવકવેરામાં રાહત મળવાની આશા વધી છે. ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગને બજેટમાં કઈક રાહત મળી શકે છે. 

01 February 2025 08:09 AM

માત્ર 3 નાણામંત્રીએ રજૂ કર્યું 8 વખત બજેટ
અત્યાર સુધી ભારતમાં ફક્ત ત્રણ નાણામંત્રીઓ મોરારજી દેસાઈ, પી ચિદંબરમ અને પ્રણવ મુખર્જીને આઠ કે તેનાથી વધુ વખત બજેટ રજુ કરવાની તક મળી છે. નિર્મલા સીતારમણ આ યાદીમાં સામેલ થઈને ઈતિહાસ રચશે. 

01 February 2025 08:08 AM

નાણામંત્રી રચશે ઈતિહાસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે શનિવારે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. આમ તો દર વર્ષે સામાન્ય બજેટ દેશના આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે બજેટ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નીતિઓની દિશા નક્કી કરે છે. પરંતુ બજેટ 2025-26 વધુ ખાસ હશે. કારણ કે આ સાથે નિર્મલા સીતારમણ એવા ગણ્યા ગાંઠ્યા નાણામંત્રીઓમા સામેલ થઈ જશે તેમણે આઠ વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે. 

Read More