નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું સપનું હોય છે એક સુંદર ઘર, ગાડી અને જરૂરિયાતની વસ્તુની ખરીદી કરવી. પરંતુ પૈસાની સમસ્યાને કારણે લોકોએ લોન લેવી પડે છે. પરંતુ તે માટે ઘણા નિયમ છે. મહત્વનું છે કે તમારો ક્રેડિટ સ્કોર તમારી લોન લેવાની ક્ષમતા જણાવે છે. સારા ક્રેડિટ સ્કોરવાળા લોકોને ઓછા વ્યાજ દરે વધુ લોન મળે છે. એટલું જ નહીં જો તમારી પાસે લાંબા સમયથી નોકરીનો અનુભવ છે, તો તે તમારી લોન લેવાની ક્ષમતાને મજબૂત કરે છે.
હોમ લોન અને પર્સનલ લોન
તમને જણાવી દઈએ કે તમે હોમ લોન અને પર્સનલ લોન બંને લઈ શકો છો. પરંતુ બંને લોન માટેના ચાર્જ અલગ અલગ હશે. જો તમારો માસિક પગાર 50,000 રૂપિયા સુધીનો હોય, વ્યાજ દર 7% વાર્ષિક હોય, લોનની મુદત 15 વર્ષ હોય અને તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, તો તમે લગભગ 25 થી 30 લાખ રૂપિયાની હોમ લોન મેળવી શકો છો. જો તમે તમારા પોતાના વ્યવસાય માટે લોન લો છો તો તમારે નિયમો મુજબ બેંકને કેટલાક દસ્તાવેજો બતાવવા પડશે. ધ્યાનમાં રાખો કે લોનની રકમ ઉપરાંત, તમારે થોડી ડાઉન પેમેન્ટ પણ કરવી પડશે, ડાઉન પેમેન્ટ સામાન્ય રીતે 10 થી 20% હોય છે.
આ પણ વાંચોઃ 1 જૂનથી થશે મોટા-મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો દરેક વિગત
પર્સનલ લોન
જો તમે પર્સનલ લોન લેવા ઈચ્છો છો અને તમારો માસિક પગાર 40 હજાર છે તો તમને ઓછામાં ઓછી 9 લાખ સુધીની પર્સનલ લોન મળી શકે છે. લોન લેતા પહેલા તે જાણીલો કે તમે કેટલો હપ્તો ભરી શકો છો. પર્સનલ લોન લેવા માટે જે વ્યક્તિ લોન લઈ રહ્યો છે તેની પાસે દર મહિને કમાણીનું કોઈને કોઈ પ્રમાણહોવું જોઈએ.
સારો ક્રેડિટ સ્કોર રાખો
મોટાભાગની બેંકો 21 થી 60 વર્ષની વયના લોકોને લોન પૂરી પાડે છે, જોકે કેટલાક કિસ્સાઓમાં વય મર્યાદા વધુ કે ઓછી હોઈ શકે છે. તમારો ક્રેડિટ સ્કોર જેટલો સારો હશે, લોન મળવાની શક્યતા એટલી જ વધારે હશે. ધ્યાનમાં રાખો કે લોન લેતા પહેલા, તમારે બેંક અથવા NBFC નો સંપર્ક કરવો જ જોઇએ. બેંક તમારી પાસેથી કેટલાક દસ્તાવેજો પણ માંગી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે