Home> Business
Advertisement
Prev
Next

LPG Gas Cylinder Price: મોંઘવારીનો એક વધુ ઝટકો! 73.5 રૂપિયા મોંઘી થઇ રસોઇ ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા ભાવ

હવે દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિગ્રા સિલિન્ડરના ભાવ ફેરફાર કર્યા વિના 834.50 રૂપિયા, કલકત્તામાં 861 રૂપિયા, મુંબઇમાં 834.50 રૂપિયા અને ચેન્નઇમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. 

LPG Gas Cylinder Price: મોંઘવારીનો એક વધુ ઝટકો! 73.5 રૂપિયા મોંઘી થઇ રસોઇ ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા ભાવ

નવી દિલ્હી: LPG Gas Cylinder Price: ઓગસ્ટ મહિનાના પહેલાં દિવસથી જ લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. જોકે સરકારી ઓઇલ કંપનીએ એક ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Gas Cylinder Price) માં જોરદાર વધારો કર્યો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 Kg કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1,500 રૂપિયાથી વધારીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. 

fallbacks

વધી ગયા એલપીજીના ભાવ
જોકે ઘરેલૂ ઉપયોગવાળા 14.2 કિગ્રા સબસિડી વિનાના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુજબ દિલ્હીમાં 14.2 કિગ્રા સબસિડી વિનાના રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ હેસ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

PM Modi ડિજિટલ પેમેન્ટ માટે e-RUPI ની કરશે શરૂઆત, જાણો તેના વિશે

સબસિડી વિનાના 14.2 કિગ્રા સિલિન્ડરની કિંમત
ત્યારબાદ હવે દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિગ્રા સિલિન્ડરના ભાવ ફેરફાર કર્યા વિના 834.50 રૂપિયા, કલકત્તામાં 861 રૂપિયા, મુંબઇમાં 834.50 રૂપિયા અને ચેન્નઇમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. 

Taliban પર અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એરસ્ટ્રાઇક કરી 254 આતંકવાદીઓને ઠાર માર્યા

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
સરકારી ઓઇલ કંપનીઓએ 19 Kg કોમર્શિયલ ગેસ સિલિન્ડૅરના ભાવમાં વધારો કર્યો છે. તેના હેઠળ સૌથી વધુ ચેન્નઇમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. તો બીજી તરફ દિલ્હીમાં 19 કિગ્રા કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધારીને 1623 રૂપિયા થઇ ગઇ છે. કલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધારીને 1629 રૂપિયા, મુંબઇમાં 72.50 રૂપિયા વધારીને 1579.50 રૂપિયા અને ચેન્નઇમાં 73.50 રૂપિયા વધારીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. 

કેવી રીતે ચેક કરશો એલપીજીના ભાવ?
જો તમે પણ ઘરેબેઠા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માંગો છો તો તેના માટે તમે સરકારી ઓઇલ કંપનીઓની વેબસાઇટ પર જાવ. અહીંયા કંપનીઓ દર મહિને નવા રેટ્સ જાહેર કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More