Gas Price Update: કેન્દ્ર સરકાર તરફથી ગેસના ભાવ અંગે મોટો નિર્ણય લેવાયો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે આજે જણાવ્યું કે નવી નીતિ હેટળ હવે ગેસના ભાવ નક્કી કરવામાં આવશે. સરકારે શુક્રવારે નવા મૂલ્ય નિર્ધારણ ફોર્મ્યૂલા હેઠળ એપ્રિલના બાકીના દિવસો માટે પ્રાકૃતિક ગેસની કિંમત 7.92 ડોલર પ્રતિ એમએમબીટીયુ નક્કી કરી છે. જો કે ગ્રાહકો માટે ભાવ 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ પર સીમિત કરાઈ છે.
ઓઈલ મંત્રાલયે આપી જાણકારી
ઓઈલ મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ પ્રકોષ્ટે એક આદેશમાં કહ્યું કે આઠ એપ્રિલથી 30 એપ્રિલ માટે પ્રાકૃતિક ગેસની કિંમત 7.92 અમેરિકી ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટ હશે. આ કિંમત આયાત કરેલા ક્રૂડ ઈલની સરેરાશ ખર્ચના 10 ટકા મૂલ્યના આધારે નક્કી કરાઈ છે.
ગ્રાહકો માટે નક્કી થયા ભાવ
કેન્દ્રીય મંત્રીમંડળે જો કે મૂલ્ય નિર્ધારણ ફોર્મ્યૂલામાં ફેરફાર કરતા ગ્રાહકો માટે દરોને 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ પર સિમિત કર્યા છે. આદેશમાં કહેવાયું છે કે ઓએનજીસી/ઓઆઈએલ દ્વારા તેમના જૂના ક્ષેત્રોથી ઉત્પાદિત ગેસ માટે કિંમત 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુની સીમાને આધીન હશે.
કેટલા ઓછા થશે ભાવ
અત્રે જણાવવાનું કે આ નિર્ણય બાદ દિલ્હીમાં સીએનજીના ભાવ 79.56 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 73.59 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત 53.59 રૂપિયા પ્રતિ હજાર ઘન મીટરથી ઘટીને 47.59 રૂપિયા પ્રતિ હજાર ઘન મીટર થઈ જશે. મુંબઈમાં સીએનજીના ભાવ 87 રૂપિયાની જગ્યાએ 79 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ 54 રૂપિયાની જગ્યાએ 49 રૂપિયા પ્રતિ હજાર ઘન મીટર હશે.
2 વાર થાય છે સમીક્ષા
પીપીએસીએ આદેશમાં કહ્યું કે એક એપ્રિલથી સાત એપ્રિલ સુધી એપીએમ ગેસનો ભાવ 9.16 ડોલર પ્રતિ એમએમબીટીયુ હશે. તેમણે જણાવ્યું કે કિંમતોમાં નિર્ધારત પ્રત્યેક મહિને થશે જ્યારે અત્યાર સુધી તેની વર્ષમાં બે વાર સમીક્ષા થતી હતી. નોટિફિકેશનમાં કહેવાયું છે કે એપીએમના ભાવ મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ પ્રકોષ્ટ દ્વારા માસિક આધાર પર જાહેર કરાશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કિંમતોની નિગરાણી કરશે કે સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે.
(ભાષા-એજન્સી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે