Home> Business
Advertisement
Prev
Next

ભારતના યુવાનો નોકરીમાં અનામતની માગમાં ગુંચવાયા છે અને તેમની નોકરી ખાઈ રહ્યા છે મશીનો

વિલિસ ટાવર્સ વોટસનના એક સર્વે અનુસાર, ભારતીય ફેક્ટરીઓમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન ઓટોમેશન બેમણુ થઈ જશે

ભારતના યુવાનો નોકરીમાં અનામતની માગમાં ગુંચવાયા છે અને તેમની નોકરી ખાઈ રહ્યા છે મશીનો

નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટા કાર નિર્માતાના પ્લાન્ટમાં દર ચાર કર્મચારીઓ પર એક રોબોટ કામ કરી રહ્યો છે. ગુજરાતની એક કાપડ મીલમાં ટૂંક સમયમાં જ કુલ કર્મચારીઓની સરખામણીએ મશીનોની સંખ્યા વધુ થઈ જશે. વિલિસ ટાવર્સ વોટનસનના સર્વે મુજબ, ભારતની ફેક્ટરીઓમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન ઓટોમેશન બમણું થઈ જશે. 

fallbacks

આગામી ત્રણ વર્ષ દરમિયાન ભારતની ઔદ્યોગિક કંપનીઓમાં થઈ રહેલી કામગીરીમાં રેકન મશીનોની ભાગીદારી 14ટકાથી વધીને 30 ટકા થઈ જશે. એટલે કે, ભારતમાં મોટી સંખ્યામાં રોજગાર મશીનોના હાથમાં જતો રહેશે અને માનવ શ્રમ ઘટી જશે. 

સર્વે અનુસાર ભારતીય કંપનીઓ વિદેશી કંપનીઓની સરખામણીએ ઝડપથી મશીનોને સ્વીકારી રહી છે. જોકે, જાપાન અને જર્મનીમાં ફૂડ ચેનમાં ઓટોમેશન ઝડપથી સ્વીકારાઈ રહ્યું છે, જ્યારે ભારતમાં કારખાનાઓમાં ઓટોમેશન વધી રહ્યું છે. આજે, જ્યારે ભારતની મોટાભાગની વસતી યુવાન છે અને તેને રોજગારની જરૂર છે ત્યારે હવે કંપનીઓમાં વધતું જતું આ મશીનીકરણ દેશમાં બેરોજગારીને વધારી દેશે. 

મેકકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યુટના આંકડા મુજબ ભારતમાં આગામી એક દાયકા દરમિયાન 13.8 કરોડ લોકો રોજગાર માટે તૈયાર થઈ જશે. આ રીતે દેશના વર્કફોર્સમાં 30 ટકાનો વધારો થશે, પરંતુ તેની સામે જો કંપનીઓ ઓટોમેશનને પ્રાધાન્ય આપતી હશે તો નવી પેઢી માટે રોજગાર એક મોટી સમસ્યા બની જશે. 

રોજગારની જરૂરિયાત
ભારતમાં 15થી 24 વર્ષનાં યુવાનો વચ્ચે રોજગારીનો દર મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી વધારે છે. ભારતીય યુવાનો જેવી નોકરી કરવા માગે છે તેવી નોકરી મેળવવામાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવાનો હોટલમાં કે પછી પાર્સલ ડિલિવરીમાં કામ કરવા તૈયાર છે, પરંતુ તેમને ફેક્ટરીઓમાં કામ કરવું નથી. જેનું એક કારણ ફેક્ટરીઓમાં કામની મુશ્કેલ સ્થિતી પણ છે. ભારતમાં દોરાં અને કાપડ બનાવતા ઉદ્યોગ મોટી સંખ્યામાં રોજગાર આપે છે, પરંતુ હવે ઓટોમેશન નવો પડકાર છે. 

fallbacks

ઝડપથી થઈ રહેલા ઓટોમેશનના કારણે નવા પડકારો ઊભા થયા છે. નવું મશીન લગાવવાનો ખર્ચ વધારે છે, જેની સરખામણીએ મજુરીનો ખર્ચ ઘણો ઓછો છે. ઓટોમેશન અપનાવતી કંપનીઓ કેટલાય વર્ષ સુધી પોતાના રોકાણનો ખર્ચ કાઢી શક્તી નથી. બીજી તરફ મજૂરોને લઘુત્તમ વેતન પણ ચુકવવામાં આવતું નથી. સર્વે અનુસાર, તેનું એક કારણ ભારતીય મજૂરોની કાર્યકુશળતા ઘણી ઓછી છે. 

વર્તમાનમાં ભારતમાં મજુર વર્ગ મુખ્ય રીતે ખેતી અને સેવાના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે. ભારતના કુલ લેબર ફોર્સમાંથી માત્ર 18.5 ટકા જ સ્કિલ્ડ છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં રોજગારના મોટા-મોટા વચનો તો આપે છે, પરંતુ આ વચનો પોકળ સાબિત થયા છે. જે ઝડપે દેશમાં ઓટોમેશન વધી રહ્યું છે, તેને જોતાં આ વચનો પૂરાં કરવાં વધુ અઘરું બની જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More