Mahindra buy Sumitomo's: ભારતીય ઓટોમોબાઇલની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જાપાની ટ્રેડિંગ કંપની સુમિતોમો (Sumitomo's) કોર્પોરેશનનો SML ઇસુઝુમાં સંપૂર્ણ 44% હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે. આ ડીલની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 2,026 કરોડ આંકવામાં આવી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ SML Isuzuના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ.
ડીલની સંભાવનાઓ અને મૂલ્યાંકન
મહિન્દ્રા સુમિટોમોનો હિસ્સો ખરીદવા માટે પ્રતિ શેર 1,400 રૂપિયાથી 1,500 રૂપિયાની ઓફર કરવાનું વિચારી રહી છે. જો આ ડીલ પૂર્ણ થાય છે, તો SML Isuzuનું કુલ મૂલ્ય લગભગ 236 મિલિયન ડોલર (આશરે રૂ. 2,026 કરોડ) સુધી પહોંચી શકે છે.
આ દિવસોમાં ન બાંધવા જોઈએ શારીરિક સંબંધ,થઈ શકે છે ધનહાનિ-જીવનમાં ખરાબ શક્તિઓનો પ્રવેશ
વધતા શેર અને મહિન્દ્રાની રણનીતિ
આ સમાચાર આવ્યા બાદ SML ઇસુઝુના શેરમાં 5.4%નો વધારો નોંધાયો છે, તેની કિંમત 1,741.20 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર મહિન્દ્રાનું બોર્ડ ટૂંક સમયમાં આ ડીલ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે.
મહિન્દ્રા અને SML ઇસુઝુનો બિઝનેસ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતમાં એસયુવી, ટ્રક અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. SML ઇસુઝુ મુખ્યત્વે બસો અને ટ્રકોના ઉત્પાદન માટે જાણીતું છે. આ કંપનીમાં જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક ઈસુઝુ મોટર્સ પણ 15% હિસ્સો ધરાવે છે.
કંપનીઓનો પ્રતિક્રિયા
જ્યારે મહિન્દ્રાને આ ડીલને લઈ પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, અમે બજારની અટકળો પર ટિપ્પણી કરતા નથી. જ્યારે SML ઇસુઝુએ પણ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
1 વર્ષમાં રૂપિયા ડબલ! ભારતમાં સૌથી વધુ કમાણી કરાવનારા 5 ઈન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ
આ ડીલની શું અસર થશે?
જો આ ડીલ પૂર્ણ થશે તો મહિન્દ્રાને મજબૂત કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં મોટો ફાયદો થશે. આ ઉપરાંત SML Isuzuને મહિન્દ્રાના નેટવર્ક અને ટેક્નોલોજીથી નવું વિસ્તરણ મળશે, જેના કારણે આ ડીલ બન્ને કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે