Home> Business
Advertisement
Prev
Next

Changes from February: 1 ફેબ્રુઆરીથી તમારા જીવનમાં થશે મોટા ફેરફાર, અહીં જુઓ તેનું આખું લિસ્ટ   

Changes From February 1, 2021: એક ફેબ્રુઆરી 2021ની તારીખને ગાંઠ બાંધી લો, કેમકે આ તારીખને કારણે તમારા જીવનમાં કેટલાય મોટા બદલાવ થવાના છે.

Changes from February: 1 ફેબ્રુઆરીથી તમારા જીવનમાં થશે મોટા ફેરફાર, અહીં જુઓ તેનું આખું લિસ્ટ   

Changes From February 1, 2021: એક ફેબ્રુઆરી 2021ની તારીખને ગાંઠ બાંધી લો, કેમકે આ તારીખને કારણે તમારા જીવનમાં કેટલાય મોટા બદલાવ થવાના છે. આ તમામ ફેરફારો તમારા આરોગ્ય, તેમજ તમારા ખિસ્સા સાથે જોડાયેલા છે. તો યોગ્ય એ જ છે કે તમે તેના માટે પહેલેથી જ તૈયારી કરી લો. તો આવો આપણે આ ફેરફારોને ધ્યાનથી સમજી લઈએ... 

fallbacks

1 ફેબ્રુઆરીએ આવશે બજેટ
1 ફેબ્રુઆરીએ થનાર સૌથી મોટા ફેરફારોની શરૂઆત બજેટથી જ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) દેશનું સામાન્ય બજેટ ( Budget 2021 ) રજૂ કરશે. જેમાં સામાન્યથી લઈને ખાસ, તમામ લોકોના જીવન પર અસર કરનારા નિર્ણય લેવાઈ શકે છે. સેલરી મેળવનાર વર્ગને ટેક્સમાં છૂટ મળી શકે છે, વેપારીઓને રાહત મળવાની જાહેરાત પણ થઈ શકે છે. કેટલીક વસ્તુઓ મોંઘી અને કેટલાક સામાન પર ટેક્સ ઓછો થઈ શકે છે. કેટલીક વસ્તુમાં કસ્ટમ ડ્યુટી પણ ઘટી શકે છે, જેમાં ફર્નીચરનો કાચો માલ, તાંબા ભંગાર, કેટલાક રસાયણ, દૂરસંચાર ઉપકરણ અને રબર ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.  

fallbacks

1 ફેબ્રુઆરીએ બદલાશે સિલિન્ડરનો ભાવ
1 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. જોકે, ગયા વર્ષે ડિસેમ્બરમાં 2 વાર રાંધણ ગેસના ભાવમાં વધારો થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓ ભાવ વધારો નહીં કરે. હવે ફેબ્રુઆરીમાં તેલ કંપનીઓ સિલિન્ડરના ભાવ વધારી શકે છે. તમને જણાવીએ કે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રાંધણ ગેસ સિલિન્ડર અને કમર્શીયલ સિલિન્ડરના ભાવ નક્કી કરી શકે છે. 

Budget 2021: તમે પણ સસ્તામાં ખરીદી શકો છો ઇલેક્ટ્રિક કાર! બજેટમાં થઈ શકે છે જાહેરાત

1 ફેબ્રુઆરીથી આ ATM માંથી કેશ નહીં કાઢી શકાય
પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહક છો તો જાણી લો કે ફેબ્રુઆરીથી PNB એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર થવાનો છે. PNBએ દેશભરમાં વધી રહેલા ATM કાર્ડને રોકવા માટે સરાહનીય પગલાં લીધા છે. જો તમારું પણ PNBમાં ખાતું છે તો તમારા માટ આ સૌથી કામની ખબર છે. 1 ફેબ્રુઆરીથી PNB ગ્રાહકો બીજા ATM મશીનમાંથી પૈસા નહીં ઉપાડી શકે.  

fallbacks

1 ફેબ્રુઆરીએ Franklin Templeton પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ  Franklin Templeton Mutual Fund ની 6 બંધ સ્કીમમાં ફંડના વિતરણ (disbursal of funds) ની પ્રક્રિયા નક્કી કરશે, 23 એપ્રિલે Franklin Templeton Mutual Fund એ કેટલાક યુનિટઘારકોની ઈ-વોટિંગ પ્રક્રિયાના વિરોધ બાદ બંધ કરી દીધું હતું. યુનિટધારકોને એ વિષય પર મત આપવો હતો કે શું આ યોજનાઓને બંધ કરી દેવી જોઈએ કે નહીં . આ પહેલા સુપ્રીમ કોર્ટે Franklin Templeton Mutual Fund ની 6 સ્કીમોમાંથી પૈસા ઉપાડવા પર રોક લગાવી હતી. આ મ્યૂચ્યુલ ફંડ સ્કીમ બંધ થવાથી લગભગ 3 લાખ લોકો પર અસર પડશે. 

Budget 2021: જાણો શું છે Green Tax, જેને તમારી જૂની ગાડી પર લગાવવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

Air India કેટલીક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કરશે શરૂ
Air India અને તેની Low Cost Subsidiary એર ઈન્ડિયા એક્સપ્રેસે નવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટીય ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. Air India Express ફેબ્રુઆરીથી 27 માર્ચ 2021 વચ્ચે ત્રિચી અને સિંગાપુર વચ્ચે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે. રસ્તામાં બીજા પણ કનેક્શન હશે જેમકે કુવૈતથી વિજયવાડા, હૈદરાબાદ, મૈંગલોર, ત્રિચી, કોઝિકોડ, કુન્નુર અને કોચ્ચિ. Air India Express પહેલા પણ કેટલીક ફ્લાઈટ્સની જાહેરાત કરી ચૂકી છે, જેની શરૂઆત જાન્યુઆરીથી થઈ ગઈ છે.

fallbacks

PMC Bank માટે 1 ફેબ્રુઆરી સુધી આપવી પડશે ઑફર
Punjab & Maharashtra Co-operative (PMC) બેન્કના એડમિનિસ્ટ્રેટરે બેન્કને ફરીથી શરૂ કરવા માટે રોકાણકારોને તેમની ઓફર રજુ કરવા 1 ફેબ્રુઆરી સુધી પ્રસ્તાવ આપવા માટેની ડેડલાઈન નક્કી કરી છે. કેટલાક રોકાણકારો જેવાકે Centrum Group-BharatPe એ સાથે મળીને ઑફર આપી છે. UK ની કંપની Liberty Group એ પણ પોતાની ઑફર મૂકી છે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More