Home> Business
Advertisement
Prev
Next

દિવાળી પર Tataની કારમાં બંપર છૂટ, સાથે મળશે ફ્રી iPhone X

તહેવારની સિઝનમાં ઓટો કાર કંપની આકર્ષક ઓફર્સ આપતી હોય છે

દિવાળી પર Tataની કારમાં બંપર છૂટ, સાથે મળશે ફ્રી iPhone X

નવી દિલ્હી : તહેવારની સિઝનમાં ઓટો કાર કંપની આકર્ષક ઓફર્સ આપતી હોય છે. આ વખતે દિવાળી ફેસ્ટિવલ સિઝનમાં મારુતિ, હ્યુંડઇ અને તાતા જેવી દિગ્ગજ કંપનીઓ પોતાની કાર્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ વખતે તાતાએ ગ્રાહકોને આકર્ષવા માટે ફેસ્ટિવલ ઓફ ગિફ્ટ્સ નામની ઓફર લોન્ચ કરી છે. આમાં દરેક ગ્રાહકને કારની ખરીદી પર નિશ્ચિત ગિફ્ટ આપવામાં આવે છે. 

fallbacks

VIDEO:આવી દેખાય છે નવી સેન્ટ્રો, મસ્ત ઇન્ટીરિયર અને લુક સાથે બજારમાં કરશે એન્ટ્રી

તાતાએ પોતાની કાર હેક્સા, નેક્સન, ટિગોર, ટિયાગો અને જેસ્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરી છે. ઓફરનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ 98 હજાર રૂપિયા છે. આ સિવાય ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ iPhone X ગિફ્ટ તરીકે રાખ્યો છે પણ આ ગિફ્ટ હેક્સા બુક કરાવનારને જ મળશે.

માત્ર 3 સ્ટેપમાં પોસ્ટ ઓફિસમાંથી બેંકમાં ટ્રાન્સફર કરો તમારૂ PPF એકાઉન્ટ, મળશે આ ફાયદો

તાતાની ગાડી પર કેશ ડિસ્કાઉન્ટ સિવાય જ્વેલરી ખરીદવા માટે તનિષ્કના વાઉચર્સ, ટેબલેટ અને 32 ઇંચના LED TV જેવી ગિફ્ટ પણ મળી શકે છે. આ સિવાય ગ્રાહક પોતાને શું ગિફ્ટ જોઈએ છે એની આગોતરી માહિતી પણ કંપનીને આપી શકે છે. 

કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ ?

  •  તાતા ટિગોર    73000 રૂ.
  • તાતા નેક્સન    57000 રૂ.
  • તાતા ટિયાગો    40000 રૂ.
  • તાતા હેક્સા    98000 રૂ.
  • તાતા સ્ટ્રોમ    87000 રૂ.
  • તાતા જેસ્ટ    83000 રૂ.

તાતાની હેક્સા સાથે ફ્રીમાં આઇફોન એક્સ મેળવી શકાય છે. હકીકતમાં તાતાની આ કારની કિંમત એક્સ શો રૂમ 12.75 લાખ રૂ. જેટલી છે. ફેસ્ટિવલ સિઝન દરમિયાન તાતા મોટર્સે આ કાર પર 98 હજાર રૂ. જેટલું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ કેશ ડિસ્કાઉન્ટના બદલે ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે લગભગ આ કિંમતનો આઇફોન એક્સ પણ ફ્રીમાં મેળવી શકે છે. 

તાતા હેક્સા 7 સીટર એસયુવી છે અને આ સેગમેન્ટની બીજી કારો કરતા પ્રમાણમાં સસ્તી છે. પાવરફુલ અને દમદાર હોવા છતાં આ કાર લુકના મામલે બીજી કારોને ટક્કર આપે છે. માર્કેટમાં આ કારની સ્પર્ધા મહિન્દ્રા XUV 500 અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જેવી ગાડીઓ સાથે છે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More