નવી દિલ્હી : બેંકિંગ સેક્ટરની પરિસ્થિતિ સુધારવા માટે મોદી સરકાર બહુ જલ્દી મોટું પગલું ભરવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલમાં સરકાર એક મેગા મર્જરના પ્લાન પર કામ કરી રહી છે. હવે 4 સરકારી બેંકો મળીને એક મોટી બેંક બનાવવાની તૈયારી ચાલી રહી છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે IDBI, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા (BoB)ને ભેગી કરીને એક મોટી બેંક બનાવવાનો પ્રસ્તાવ છે. જો આવું થયું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પછી આ બેંક દેશની બીજા નંબરની બેંક બની જશે જેની પાસે 16.58 લાખ કરોડ રૂ.ની એસેટ હશે.
સ્થુળતા ઘટાડવા વૈજ્ઞાનિકોની નવી શોધ, જાણીને થઈ જશો આશ્ચર્યચક્તિ
નાણાંકીય વર્ષ 2018માં આ ચાર બેંકોને કુલ મળીને લગભગ 21646 હજાર કરોડ રૂ.ની ખોટ પડી છે. આ સંજોગોમાં સરકારે ચારેય બેંકોને મર્જ કરીને એક નવી બેંક બનાવવાની તૈયારી કરી લીધી છે. નાણા મંત્રાલયના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ પગલાથી બેંકોની હાલત સુધારવામાં સફળતા મળશે. મળતી માહિતી પ્રમાણે જે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સહયોગી બેંકોનું મર્જર કરવામાં આવ્યું હતું એવી જ રીતે આ પ્રક્રિયાને પણ ન્યાય આપવામાં આવશે.
2018માં કઈ બેંકને થયું કેટલું નુકસાન?
સરકારી બેંકોમાં સરકાર આઇડીબીઆઇ બેંક પર ખાસ નજર રાખી રહી છે કારણ કે એમાં સરકારની 51 ટકા ભાગીદારી છે. સરકાર પોતાના આ આખા હિસ્સાને વેચવાની તૈયારી કરી રહી છે અને આ વેચાણમાંથી 10000 કરોડ રૂ. ભેગા કરવાની યોજના છે. સરકાર પોતાનો હિસ્સો કોઈ ખાનગી કંપનીને વેચી શકે છે પણ હજી સુધી આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લેવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે