નવી દિલ્હી: જૂન મહિનો આપણા બધા માટે મહત્વપૂર્ણ મહીનો થવાનો છે. 1 જૂનથી તમારું જીવન કેટલાક નિયમો સાથે આવશે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જાણી લો મહત્વપૂર્ણ વાતો જે આ મહીને તમારા જીવનમાં અસર કરી શકે છે.
આ પણ વાંચો:- દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી
ભારતીય રેલવેની 200 સ્પેશિયલ ટ્રેન આજથી શરૂ
ભારતીય રેલવે તાજેતરમાં શ્રમિક અને સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરી રહી છે. 1 જૂનથી રેલ મંત્રાલયે 200 ટ્રેનોને શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજથી આ તમામ ટ્રેન શરૂ થઈ ગઈ છે. સવારથી સતત ટ્રેનોને દોડાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- મોટો ઝટકો: આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો
શરૂ થશે વન નેશન-વન કાર્ડ
દેશભરમાં રાશન કાર્ડ માટે 1 જૂનથી વન નેશન-વન કાર્ડ (One Nation One Ration Card)ની યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ રહી છે. હાલ આ સ્કીમ 20 રાજ્યોમાં શરૂ થશે. આ સ્કીમનો ફાયદો રાશન કાર્ડ કોઈપણ રાજ્યમાં બન્યું હોય, તેને રાશન ખરીદવા માટે ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઈ શકે છે. તેનાથી ગરીબોને ખુબજ ફયાદો થશે.
આ પણ વાંચો:- ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન
GoAirની શરૂ થશે ફ્લાઈટ
લો બજેટ એરલાઇન કંપની ગો એર પણ 1 જૂનથી તેની ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. અન્ય કંપનીઓએ તેને 25 મેથી શરૂ કરી દીધી છે, પરંતુ ગોએર તેના માટે તારીખ જાહેર કરી દીધી છે. હવાઈ મુસાફરોએ ફ્લાઇટમાં ઘણા નવા નિયમોનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો:- હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી
પેટ્રોલના ભાવમાં વધારો
1 જૂનથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા જઇ રહ્યો છે. મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે બદલાવ આવે છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે