Home> Business
Advertisement
Prev
Next

Share Market Closing: ઘટાડા સાથે બંધ થયું બજાર, 300 થી વધારે પોઈન્ટ તૂટ્યો Sensex, 16000 ની નીચે Nifty

Stock Market Updates: નિફ્ટી 50 ઇન્ડેક્સમાં પણ વેચાણ જોવા મળ્યું. નિફ્ટી 50 માં લગભગ 100 પોઈન્ટ એટલે કે 0.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે ઇન્ડેક્સ 16000 ના લેવલથી નીચે બંધ થયો

Share Market Closing: ઘટાડા સાથે બંધ થયું બજાર, 300 થી વધારે પોઈન્ટ તૂટ્યો Sensex, 16000 ની નીચે Nifty

Stock Market Updates: એઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસ એટલે કે બુધવારના શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું. બજાર બંધ થતા સમયે વેચાણ જોવા મળ્યું. જોકે, ઓપનિંગ સમયે બજારે સતત બે દિવસના ઘટાડા પર બ્રેક લગાવ્યો હતો પરંતુ આખરે થોડા કલાકોમાં બજારમાં વેચાણ જોવા મળ્યું. સેન્સેક્સમાં 372.46 પોઈન્ટ એટલે કે 0.69 ટકાનો ઘટારો જોવા મળ્યો અને ઇન્ડેક્સ 53,514.15 ના લેવલ પર બંધ થયો. 

fallbacks

આ ઉપરાંત નિફ્ટી 50 ઇન્ડેક્સમાં પણ વેચાણ જોવા મળ્યું. નિફ્ટી 50 માં લગભગ 100 પોઈન્ટ એટલે કે 0.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે ઇન્ડેક્સ 16000 ના લેવલથી નીચે બંધ થયો. આજના ટ્રેડિંગ સેશનમાં 1690 શેરમાં ખરીદી, 1631 શેરમાં વેચાણ અને 132 શેરમાં કોઈ ફરેફરા જોવા મળ્યો નથી.

RBI એ ઓલાને ફટકાર્યો 1.5 કરોડથી વધુનો દંડ, જાણો શું છે મામલો?

આજના દિવસે જો ટોપ ગેનર શેરની વાત કરવામાં આવે તો તેમાં KEC International 10 ટકા, Anupam Rasayan India 8 ટકા, Clean Science 6.5 ટકા અને Shilpa Medicare 6.2 ટકા ટોપ ગેનર શેર રહ્યા છે. તો બીજી તરફ જો ટોપ લુઝર શેરની વાત કરવામાં આવે તો Sterling and Wilson Renewable -7 ટકા, Metro Brands -5 ટકા, Endurance Tech -3.3 ટકા અને Dr Lal Pathlabs -3.2 ટકા ટોપ લુઝર શેર રહ્યા છે.

શ્રીલંકામાં તાંડવ... સરકારી ન્યૂઝ ચેનલ પર પ્રદર્શનકારીઓનો કબજો, કરવા લાગ્યા દેશને સંબોધિત

નિફ્ટીના ટોપ ગેનર શેરની વાત કરવામાં આવે તો તેમાં JSW Steel +2.7 ટકા, Divi's Lab +2.4 ટકા, HUL +2 ટકા અને Cipla +2 ટકા ટોપ ગેનર શરે રહ્યા છે. જ્યારે નિફ્ટી ટોપ લુઝર શેરની વાત કરીએ તો IndusInd Bank -5 ટકા, Bharti Airtel -3 ટકા, HDFC -2.6 ટકા અને HDFC Bank -2.6 ટકા ટોપ લુઝર શેર રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More