Home> Business
Advertisement
Prev
Next

બમ્પર તેજી સાથે બજાર થયું બંધ, સેન્સેક્સમાં 383 અને નિફ્ટીમાં 141 પોઈન્ટનો ઉછાળો

સોમવારે શેર બજારમાં તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ તથા નિફ્ટી બંન્ને ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. 

બમ્પર તેજી સાથે બજાર થયું બંધ, સેન્સેક્સમાં 383 અને નિફ્ટીમાં 141 પોઈન્ટનો ઉછાળો

મુંબઈઃ વ્યાપાર સત્રના પ્રથમ દિવસે સોમવારે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈના 31 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ સેન્સેક્સ 382.67 પોઈન્ટ (1.04%)ના ઉછાળાથી 37,054.10 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની 50 કંપનીઓના શેરો પર આધારિત  સેન્સરી ઇન્ડેક્સ નિફ્ટી 140.90 (1.28%)ના વધારા સાથે 11,176.30 પર બંધ થઈ હતી. 

fallbacks

કારોબાર દરમિયાન સેન્સેક્સે 7,106.19નું ઉપરી સ્તર, જ્યારે 36,726.39ના નિચલા સ્તર પર પહોંચ્યો હતો. તો નિફ્ટી 11,175.00ના ઉપરી સ્તર, તો 1,059.85ના નિચલા સ્તર સુધી ગઈ હતી. 

બીએસઈ પર ભારતીય એરટેલના શેરોમાં 8.08 ટકા, પાવરગ્રિડમાં 3.90 ટકા, કોલ ઈન્ડિયામાં 3.80 ટકા, રિલાયન્સમાં 2.7 ટકા અને વેદાંતાના શેરોમાં 2.52 ટકાનો વધારો નોંધાયો હતો. તો ટીસીએસના શેરોમાં 0.41 ટકા, એચસીએલ ટેકમાં 0.39 ટકા, એનટીપીસીમાં 0.23 ટકા, ઇંડસઇંડ બેન્કમાં 0.21 ટકા અને ઇન્ફોસિસના શેરોમાં 0.13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

એનએસઈ પર ભારતીય એરટેલના શેરોમાં 8.42 ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 5.54 ટકા, બીપીસીએલમાં 5.31 ટકા, આયશર મોટર્સમાં 4.79 ટકા અને ઇંફ્રાટેલના શેરોમાં 4.34 ટકાનો વધારો દેખાયો હતો. તો એનટીપીસીના શેરોમાં 0.95 ટકા, ટીસીએસમાં 0.52 ટકા, ઝી લિમિટેડમાં 0.52 ટકા, એચસીએલટેકમાં 0.51 ટકા અને ટક મહિન્દ્રાના શેરમાં 0.51 ટકાનો ઘટાડો થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More