Marriage Loan: કોઈપણ વ્યક્તિ માટે, લગ્ન તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે. આમાં ખર્ચ પણ વધે છે. કેટલાક લોકો જ્યારે તેમનું બજેટ ઓછું હોય ત્યારે લગ્ન માટે લોન પણ લે છે. ઘણી બેંકિંગ અને નોન-બેંકિંગ સંસ્થાઓ લગ્ન લોન પૂરી પાડે છે. જો તમારી બચત લગ્નના બજેટ કરતાં ઓછી હોય અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય, તો લગ્ન લોન લેવી એ એક સારો વિકલ્પ છે. જોકે, આ માટે લોનના વ્યાજ દર, EMI અને મુદત જાણવી મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે લગ્ન લોન કેવી રીતે મેળવવી? આ માટે જરૂરી શરતો શું છે? કયા દસ્તાવેજો જરૂરી છે? આ લોન લેતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:-
મેરેજ લોન શું છે?
મેરેજ લોન પર્સનલ લોન હેઠળ આવતી નથી. પરંતુ કેટલીક બેન્કિંગ અને નોન બેન્કિંગ ઈન્સ્ટીટ્યુશન અલગથી પણ મેરેજ લોન આપે છે. તેમાં પર્સનલ લોનની જેમ વ્યાજ દર ચાર્જ કરવામાં આવે છે.
કેટલી મળે છે લોન?
જો તમે જરૂરી શરતો પૂરી કરો છો તો તમને 5 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની મેરેજ લોન મળી શકે છે. મેરેજ લોન માટે સૌથી સારી વાત છે કે તેમાં કોઈ પ્રકારની સિક્યોરિટી જમા કરાવવી પડતી નથી.
કોને મળી શકે છે મેરેજ લોન?
મેરેજ લોન માટે અલગ-અલગ બેંક અને નોન-ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુશને કેટલીક શરતો નક્કી કરી છે.
આ લોન માટે અરજી કરનાર વ્યક્તિ ભારતીય હોવી જોઈએ.
તેની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજદાર ખાનગી કે સરકારી કંપનીમાં કામ કરતો હોવો જોઈએ.
ઓછામાં ઓછું 1 વર્ષ એક જ કંપનીમાં કામ કર્યું હોવું જોઈએ.
તેમની લઘુત્તમ આવક 15 હજાર રૂપિયા હોવી જોઈએ.
તેને દર મહિને પગાર સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ મળવું જોઈએ.
અરજદારનો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.
તે પછી આધાર, મતદાર ID અને PAN કાર્ડ હોવું જોઈએ.
આ પણ વાંચોઃ Bank Holidays : આવતીકાલે પણ બેંકો રહેશે બંધ...જાણો RBIએ સોમવારે કેમ આપી રજા ?
કઈ બેંકો આ લોન આપે છે?
દેશની ઘણી અગ્રણી બેંકો લગ્ન લોન પૂરી પાડે છે. તેમના વ્યાજ દરોમાં થોડો તફાવત છે. ઉદાહરણ તરીકે, ICICI બેંક લગ્ન માટે 50,000 રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન આપે છે. તેનો વ્યાજ દર વાર્ષિક 10.85% થી શરૂ થાય છે. કોટક મહિન્દ્રા બેંક 50,000 રૂપિયાથી લઈને 35 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. HDFC બેંક ઓછામાં ઓછી 50 હજાર રૂપિયા અને વધુમાં વધુ 40 લાખ રૂપિયાની લોન આપે છે. એક્સિસ બેંક લગ્ન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. બેંક ઓફ બરોડા લગ્ન માટે 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.
શું ટેક્સમાં છૂટ મળે છે?
મેરેજ લોન માટે વ્યાજમાં છૂટની અલગથી કોઈ જોગવાઈ નથી, કારણ કે તે પર્સનલ લોન હેઠળ આવે છે. મેરેજ લોનનું ટેન્યોર 7 વર્ષનું હોય છે. જ્યારે પર્સનલ લોનનું ટેન્યોર સામાન્ય રીતે પાંચ વર્ષનું હોય છે.
લોન લેતા પહેલા કઈ વાતનું રાખશો ધ્યાન?
મેરેજ લોનનો વ્યાજ દર વધુ હોય છે. ઘણીવાર તે પર્સનલ લોનના વ્યાજતી પણ વધુ પડે છે. તેથી તેને ચુકવવામાં પણ મુશ્કેલી આવી શકે છે.
મેરેજ લોનનો હપ્તો દર મહિને જમા કરવો પડે છે. તેનાથી તમારા લોન્ગ ટર્મ સેવિંગ પર પણ અસર પડે છે.
જો તમે સમય પર ઈએમઆઈ આપતા નથી તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. વ્યાજનો ભાર વણ વધી જશે.
જો તમે ભવિષ્યમાં લાંબા સમય સુધી EMI ભરવામાં સમર્થ છો તો મેરેજ લોનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
કઈ રીતે કરશો અરજી?
તમે ઉપર જણાવેલ કોઈપણ બેંકમાં લગ્ન લોન માટે અરજી કરી શકો છો. લોન માટે અરજી કરવા માટે, લગ્નના થોડા મહિના પહેલા દસ્તાવેજો તૈયાર રાખવા મહત્વપૂર્ણ છે. આમાં ઓળખ કાર્ડ, ઘરના સરનામાનો પુરાવો, છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લિપ અને છેલ્લા ત્રણ મહિનાનું બેંક ખાતાનું સ્ટેટમેન્ટ શામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે