Home> Business
Advertisement
Prev
Next

બંધ થઈ રહી છે ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800

મધ્યમ વર્ગની મનપસંદ અને ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી વધુ ફેમસ એવી Maruti Suzuki Alto 800 હવે ટૂંક સમયમાં જ વિતેલા જમાનાની વાત બની જશે, ભારતીય સડકો પર દોડતી આ કારનું પ્રોડક્શન કંપનીએ 2019થી બંધ કરવાનો નિર્ણય લીધો છે 

બંધ થઈ રહી છે ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800

નવી દિલ્હીઃ મધ્યમ વર્ગની મનપસંદ અને ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી વધુ ફેમસ એવી Maruti Suzuki Alto 800 હવે ટૂંક સમયમાં જ વિતેલા જમાનાની વાત બની જશે, ભારતીય સડકો પર દોડતી આ કારનું પ્રોડક્શન કંપનીએ 2019થી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ મુજબ, 2019ના બીજા છમાસિક કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપની તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દેશે. થોડા દિવસ પહેલા એ સમાચાર આવ્યા હતા કે, વર્ષ 2020થી મારૂતી ઓમનીનું પણ ઉત્પાદન બંધ કરી દેવાશે. 

fallbacks

નવા ક્રેશ ટેસ્ટ ધોરણોને ભારત સરકાર જુલાઈ, 2019થી લાગુ કરવાની છે. એટલે, Maruti Suzukiની યોજના છે કે તેના પહેલા તેની તમામ કારને નવા ક્રેશટેસ્ટ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે. આથી, કંપની Maruti 800નો સ્ટોક ક્લિયર કરવા માગે છે. Maruti Suzuki 2020 સુધી BS-VI ધોરણવાળા એન્જિનવાળી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારણે કંપની ઓમની અને Alto 800 નું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે. 

fallbacks

NDTV કાર એન્ડ બાઈકે પોતાના રિપોર્ટમાં મારૂતિ સુઝુકીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ- એન્જિનિયરિંગ, રિસર્ચ, ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ (ચેસિસ) દીપક સાવકરના હવાલાથી જણાવ્યું કે, જે મોડલ્સને ભવિષ્યનાં ધોરણો અનુરૂપ બનાવી શકાય એમ નથી તેનું પ્રોડક્શન બંધ કરી દેવાશે. ઓમની અને અલ્ટો800નું પ્રોડક્શન માત્ર સુરક્ષાના ધોરણોને કારણે નહીં પરંતુ એમિશન ધોરણોને કારણે પણ બંધ કરવામાં આવી રહ્યું છે. 

સાવકરે જણાવ્યું કે, કંપનીની 60 ટકા પ્રોડક્ટ લાઈન-અપ ભારત ન્યુ વ્હિકલ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામને પુરા કરે છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2012માં અલ્ટો 800ને મારૂતી 800ને બદલે રિપ્લેસ કરી હતી. કંપનીએ 2016માં અલ્ટો 800નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More