Home> Business
Advertisement
Prev
Next

મારૂતિ બંધ કરશે પોતાની આ 3 લોકપ્રિય કાર! બજારમાં છે સૌથી વધુ ડિમાન્ડ

મારૂતિ સુઝુકી પોતાના સૌથી લોકપ્રિય મોડલ બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયરનું ડીઝલ વર્ઝન બંધ કરી શકે છે. આવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

 મારૂતિ બંધ કરશે પોતાની આ 3 લોકપ્રિય કાર! બજારમાં છે સૌથી વધુ ડિમાન્ડ

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી પોતાના સૌથી લોકર્પિય મોડલ બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયરનું ડીઝલ મોડલ બંધ કરી શકે છે. આવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ખબર પ્રમાણે ભારતમાં BS6એમિશન નોર્મ્સ લાગૂ થયા બાદ મારૂતિ તેનું ઉત્પાદન બંધ કરવાની યોજના બનાવી રહી છે. કંપની આવું તે માટે કરશે કારણ કે તેનાથી પેટ્રોલ અને ડીઝલ કારોની કિંમતનું અંતર આશરે અઢી લાખ રૂપિયા પડશે. અત્યાર સુધી આ બંન્ને વેરિએન્ટ વચ્ચે એક લાખનું અંતર છે. 

fallbacks

રશલેનના રિપોર્ટ પ્રમાણે  BS6 એમિશનના પાલનમાં પેટ્રોલ અને ડીઝલ કારોની કિંમતોમાં ખુબ અંતર આવી જશે. આ અઢી લાખ રૂપિયાની આસપાસ રહી શકે છે. હાલના સમયમાં આ દરેક રેન્જની કારમાં આટલું જ છે. પરંતુ BS6 માનક આવ્યા બાદ ડીઝલ એન્જીનને વધુ અપડેટ કરવું પડશે. આ અપડેશન પર દોઢ લાખ સુધીનો ખર્ચ આવી જશે. તેનાથી પેટ્રોલ અને ડીઝલ વર્ઝન વચ્ચે અંતર વધીને 2 થી 2.5 લાખ સુધી થઈ જશે. 

એક લાખ રૂપિયા સુધી અંતર થઈ શકે છે મેનેજ
અનુમાન પ્રમાણે જો તમારૂ દરરોજનું ડ્રાઇવિંગ 70 કિમી સુધી છે, 4 થી 5 વર્ષના અંતરમાં ડીઝલ વર્ઝન માટે 1 લાખ રૂપિયા વધુ કિંમત ચુકવવી વસૂલ થઈ જાય છે પરંતુ 2 થી અઢી લાખ રૂપિયા વધુ આપવા મોંઘા પડશે. આટલી વધુ કિંમત 10 વર્ષ કાર ચલાવ્યા બાદ પણ કાઢી શકાશે નહીં. મારૂતીના ચેરમેન આરસી ભાર્ગવ પ્રમાણે કંપની તેથી ડીઝલ કારોમાં રોકાણ ઘટાડવા ઈચ્છે છે. 

વેચાણ ઘટવા પર ડીઝલ મોડલ બંધ કરશે મારૂતી
મારૂતી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ સંભાવના છે કે ડીઝલ વર્ઝનનું વેચાણ ઘટતા કંપની તેનું ઉત્પાદન બંધ કરી દેશે. કંપનીની યૂએસપી વેલ્યૂ ફોર મનીની રહી છે. પરંતુ BS6 એમિશન નોર્મ્સ લાગૂ થયા બાદ તેને આ યૂએસપીની સાથે ચાલવામાં મુશ્કેલી પડશે. તેથી સંભાવના છે કે મારૂતિ સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયરના ડીઝલ મોડલ BS6 એમિશનમાં જ લોન્ચ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More