Home> Business
Advertisement
Prev
Next

માત્ર 477 રૂપિયા દરરોજના ખર્ચ પર ઘરે લાવો મારૂતિ અર્ટિગા, કંપની આપી રહી છે ખાસ ઓફર

Maruti Suzuki Ertiga ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવતી 7 સીટર કાર છે અને હવે કંપનીએ તેના પર જોરદાર ઓફર આપી છે. 

માત્ર 477 રૂપિયા દરરોજના ખર્ચ પર ઘરે લાવો મારૂતિ અર્ટિગા, કંપની આપી રહી છે ખાસ ઓફર

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકોનો કારોને લઈને મૂડ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાયો છે અને હવે લોકો મોટા આકારનું સસ્તું વાહન પસંદ કરવા લાગ્યા છે. તેમાંથી સૌથી વધુ પસંદ કરાતી કારોમાં મારૂતિ સુઝુકીની અર્ટિગા સામેલ છે. તેનું સૌથી મોટું કારણ તેમાં વધુ લોકોને બેસવાની ક્ષમતા અને કેબિનમાં મળનાર સારૂ સ્પેસ છે. ભારતીય પરિવારોના હિસાબથી આ કારના ફીચર્સ પણ સારા છે, જે યાત્રીકોની તમામ જરૂરીયાતો પૂરી કરે છે. જો તમે પણ મારૂતિ અર્ટિગાને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો કંપની તમારા માટે એક એવી સ્કીમ લઈને આવી છે, જેને તમે નકારી શકશો નહીં. 

fallbacks

શરૂઆતી કિંમત 8.12 લાખ
મારૂતિ સુઝુકી અર્ટિગા 7 સીટર સેગમેન્ટમાં ગ્રાહકોની પ્રથમ પસંદ બનેલી છે અને કંપની ખુબ જલદી એમપીવીનું નવું મોડલ માર્કેટમાં લાવવાની છે. અર્ટિગાના બાલના મોડલની દિલ્હીમાં શરૂઆતી એક્સ-શો રૂમ કિંમત 8.12 લાખ રૂપિયા છે, જે 10.85 લાખ રૂપિયા સુધી જાય છે. આ એમપીસી 4 ટ્રિમ્સ એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ પ્લસમાં ઉપલબ્ધ છે. કારની સાથે 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 105પીએસ તાકાત અને 138 એનએમ પીક ટોર્ક બનાવે છે. આ કાર સીએનજી વેરિએન્ટમાં પણ વેચવામાં આવી રહી છે, જે 26.08 કિમી/કિલો માઇલેજ આપે છે. સીએનજી મોડલમાં લાંબુ એન્જિન 92પીએસ તાકાત અને 122 એનએમ પીક ટોર્ક બનાવે છે. 

આ પણ વાંચોઃ Google ની 300 થી વધુ ભૂલો શોધીને ચર્ચામાં આવી ગયો આ છોકરો! કંપનીએ આપ્યું 87 લાખ ડોલરનું ઈનામ

દરરોજના 477 રૂપિયા આપીને ઘરે લાવો કાર
મારૂતિ સુઝુકી અર્ટિગાને જો ગ્રાહકો ફાઇનાન્સ કરાવવા ઈચ્છે છે તો 14302 રૂપિયા દર મહિને તેની ઈએમઆઈ ભરવાની હોય છે. આ એમપીવીને ફાઇનાન્સ કરાવો છો તો તમારે આશરે 2 લાખનું ડાઉન પેમેન્ટ ભરવું પડશે. 5 વર્ષ માટે લોનની આ રકમ પર તમારે વાર્ષિક 8 ટકા વ્યાજ ચુકવવાનું હોય છે. તેવામાં જો તમે 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો તો દરરોજ તમારે માત્ર 477 રૂપિયા આપવાના થાય છે. મહત્વનું છે કે મારૂતિ સુઝુકી અર્ટિગા પર મળનાર આ લોન 8 ટકાના દરે આપવામાં આવી રહી છે, જે એરિયામાં ઉપલબ્ધ સૌથી ઓછો વ્યાજ દર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More