Home> Business
Advertisement
Prev
Next

Success Story: ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની

ઉપાસના ટાકુ Mobikwik ના CEO અને બોર્ડના ચેરપર્સન છે. તેમણે પતિ સાથે મળીને આ કંપનીનો પાયો નાખ્યો હતો. ઉપાસનાએ પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. બાદમાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.

Success Story: ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની

નવી દિલ્હીઃ ફાલ્ગુની નાયર, વિનિતા સિંહ, ઈશા અંબાણી, જયંતિ ચૌધરી... યાદી લાંબી છે. ફેશનથી લઈને ટેક્નોલોજી સુધી મહિલાઓએ લગભગ દરેક ઉદ્યોગમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો છે. સફળ બિઝનેસ વુમનની યાદીમાં ઉપાસના ટાકુનું નામ પણ આવે છે. ઉપાસના ફિનટેક માર્કેટની આગેવાની કરતી બહુ ઓછી મહિલા સાહસિકોમાંની એક છે. તે Mobikwik ના CEO છે. તેમણે આ કંપની તેમના પતિ સાથે શરૂ કરી હતી. ઉપાસનાએ એન્જિનિયરિંગ કર્યું હતું. તેમણે પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી છે. ત્યારબાદ ઉપાસનાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે લાખો મહિલાઓ માટે પ્રેરણા છે.

fallbacks

સંબંધિત ક્ષેત્રમાં કામ કર્યું
ઉપાસનાએ 17 વર્ષથી વધુ સમયથી સંબંધિત ક્ષેત્રોમાં કામ કર્યું હતું. પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલાં તેમણે અમેરિકન પેમેન્ટ ફર્મ પેપાલ માટે પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે HSBCમાં પણ કામગીરી કરી હતી. આ પહેલાં તેઓ અમેરિકામાં રહેતા હતા. પરંતુ 2008માં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ભારત પાછા આવ્યા હતા.

આ પણ વાંચોઃ IPO હોય તો આવોઃ લિસ્ટિંગના 6 દિવસમાં 1.20 લાખના બનાવી દીધા 2.97  લાખ

 

ભારતમાં વ્યવસાય માટે દેખાઈ તકો 
ફોર્બ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપાસનાએ કહ્યું હતું કે ભારતમાં જેટલી સમસ્યાઓ છે એટલી જ તકો છે. તે આ બંને બાબતોને સારી રીતે જાણતા હતા. તેઓ જે પ્રકારનો વ્યવસાય કરવા માંગતા હતા તેમાં ભારત શ્રેષ્ઠ સ્થળ હતું. તેમના પરિવારે તેમની ભારત પરત ફરવાની યોજનાનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે આ ખૂબ જ જોખમી પગલું હશે.

NGO માટે કર્યું કામ 
ઉપાસનાના માતા-પિતા આફ્રિકામાં રહેતા હતા. પિતા ઈરિટ્રિયાની અસ્મારા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. માતા સંગીતકાર. તેઓ 2009માં ભારત પરત ફર્યા હતા. તેમણે પેપાલની નોકરી છોડી દીધી. ઉપાસના વ્યવસાયના સપનાને અનુસરવા માટે કંઈક કરવા માંગતા હતા. ઉપાસનાએ દરેક સુખ-સુવિધાનો આનંદ માણ્યો હતો. તેમની પાસે મોટું ઘર, કાર અને બીજી ઘણી વસ્તુઓ હતી. પાછા ફર્યા પછી, તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી માઇક્રોફાઇનાન્સ એનજીઓ દ્રષ્ટિ માટે કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ 6 મહિનામાં પૈસા ડબલ... વર્ષમાં ત્રણ ગણો ફાયદો, ગજબનો છે રેલવેનો આ સરકારી શેર!

2008માં બિપિનને મળ્યા
ઉપાસના તેમના પતિ બિપિન પ્રીત સિંહને પહેલીવાર 2008માં એક નાટક જોવા સમયે મળ્યા હતા. તેઓએ 2011માં લગ્ન કર્યા હતા. સિંઘ જેમણે 2008માં MobiKwikની સહ-સ્થાપના કરી હતી, તેમણે પ્લેટફોર્મ માટેનો ખ્યાલ વિકસાવ્યો હતો. બિપિન ઉદાસ હતા. પરંતુ, તેઓ તેમની નોકરી છોડી શક્યા ન હતા. તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી તેમના પર હતી. ઉપાસનાએ તેમને નોકરી છોડીને સ્ટાર્ટઅપ શરૂ કરવાની તાકાત આપી. બંનેએ 2009માં બિઝનેસ શરૂ કર્યો હતો.

કરોડોની કંપની બનાવી
MobiKwikના સહ-સ્થાપક ઉપાસના ટાકુએ દાવો કર્યો છે કે કંપની નાણાકીય વર્ષ 2022-2023ના ત્રીજા ક્વાર્ટરમાં નફો કરવાનું શરૂ કરશે. ચાલુ વર્ષ માટે કંપનીના લક્ષ્યાંકોમાં આવક બમણી કરવી અને સંપૂર્ણ વર્ષની નફાકારકતા હાંસલ કરવાનો સમાવેશ થાય છે. MobiKwik આજે ફિનટેક ઉદ્યોગમાં જાણીતું નામ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કંપનીની કિંમત 8,000 કરોડ રૂપિયા છે.
 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More