Home> Business
Advertisement
Prev
Next

શુક્રવારે NCRથી દિલ્હી જવાનો પ્લાન છે તો વાંચી લો આ સમાચાર, નહી તો થશો પરેશાન

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાસે કરવામાં આવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોને જોરદાર આંદોલનના લીધે મેટ્રો સેવાઓ પર વ્યાપક અસર પડી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય રાજધાની સીમાવર્તી ક્ષેત્રોમાં સખત દેખરેખ કરવામાં આવી રહી છે.

શુક્રવારે NCRથી દિલ્હી જવાનો પ્લાન છે તો વાંચી લો આ સમાચાર, નહી તો થશો પરેશાન

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાસે કરવામાં આવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોને જોરદાર આંદોલનના લીધે મેટ્રો સેવાઓ પર વ્યાપક અસર પડી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય રાજધાની સીમાવર્તી ક્ષેત્રોમાં સખત દેખરેખ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખતામં દિલ્હી મેટ્રોને પણ શુક્રવારે (27 ડિસેમ્બર) એ પોતાની NCRથી દિલ્હી માટે પોતાની સેવાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી મેટ્રોને તેના હેઠળ એક એડવાઇઝરી જાહેર કરી છે. 

fallbacks

દિલ્હીને અડીને આવેલા પડોશી શહેરોમાં નહી જાય મેટ્રો
DMRCએ ગુરૂવારે એક એડવાઇઝરીમાં જાણકારી આપી છે કે શુક્રવારે દિલ્હી મેટ્રોની સેવાઓ પડોશી શહેરોથી રાષ્ટ્રીય રાજધાની સુધી સ્થગિત રહેશે. જોકે દિલ્હીથી એનસીઆરના ભાગ માટે મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. દિલ્હી મેટ્રોએ ટ્વિટર પર કહ્યું કે 'બપોરે બે વાગ્યાથી દિલ્હીથી એનસીઆર માટે મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. જોકે એનસીઆરથી દિલ્હી માટે સેવાઓ અત્યાર સુધી આગામી સુચના સુધી સુરક્ષાના કારણોથી સ્થગિત છે. અત્રે ઉલ્લેખેનીય છે કે તે પહેલાં ડીએમઆરસીએ બુધવારે કહ્યું હતું કે ખેડૂતોના પ્રદર્શનના કારણે 25નવેમ્બરના રોજ ટ્રેનો બપોરે 2 વાગ્યા સુધી રાષ્ટ્રીય રાજધાનીની સીમાઓને પાર કરી શકશે નહી. 

દિલ્હી બોર્ડર્સ પર તૈનાત છે ભારે પોલીસ બળ
ખેડૂત્ની યોજના રાષ્ટ્રીય રાજધાનીને જોડનાર પાંચ રાજમાર્ગોના રસ્તે દિલ્હી પહોંચવાને હતી. દિલ્હી પોલીસે વિભિન્ન ખેડૂત સંગઠનો સાથે આ સંબંધમાં પ્રાપ્ત તમામ અનુરોધોને નકારી કાઢ્યા છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે ચેતાવણી આપી છે કે કોવિડ 19 મહામારીના પ્રકોપ વચ્ચે શહેરમાં કોઇપણ સભાના આયોજન માટે આવે છે તો તેમના વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવશે. દિલ્હીની સીમાઓ પર જ્યાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ તેમને સીમામાં ઘુસણખોરી રોકવા માટે પોલીસ વાર ત્રણ નવી રીત અપનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More