Home> Business
Advertisement
Prev
Next

Milk Price Hike: મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ

Milk Price Hike: અમૂલ-મધર ડેરીએ તાજેતરના મહિનાઓમાં ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. છતાં પણ આગામી સમયમાં હજુ ભાવ વધવાની સંભાવના છે. તેના પાછળ મોટું કારણ છે. જાણો વિગતવાર અહેવાલ...

Milk Price Hike: મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ

Milk Price Hike: સતત વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. ત્યારે ગરીબ અને સામાન્ય માણસ જે વધારે કંઈ ખાઈ-પી નથી શકતો તે વિચારે છેકે, પોતાના બાળકોને દૂધ પીવડાવીને તાજા માજા રાખે. પણ હવે તો તાજા હોય કે ગોલ્ડ અમૂલ હોય કે મધૂર દરેક ડેરીઓમાં દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમૂલ-મધર ડેરીએ તાજેતરના મહિનાઓમાં ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. છતાં પણ આગામી સમયમાં હજુ ભાવ વધવાની સંભાવના છે. તેના પાછળ મોટું કારણ છે. જાણો વિગતવાર અહેવાલ...

fallbacks

હજુ વધશે દૂધના ભાવઃ
30 જૂન 2021 પછી એટલે કે દોઢ વર્ષમાં દૂધ 20 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે. અને એવું ન વિચારો કે દૂધના ભાવ વધારવાની પ્રક્રિયા અહીં જ અટકી જશે. 2023માં પણ દૂધના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. મોંઘા દૂધની અસર માત્ર દૂધની મોંઘવારી પૂરતી મર્યાદિત નથી. દૂધના ભાવમાં વધારાને કારણે ઘી, પનીર, ખોવા અને દહીંની લસ્સી મોંઘી થઈ ગઈ છે. મિઠાઈથી લઈને બિસ્કિટ, ચોકલેટ પણ મોંઘી થઈ ગઈ છે.

23 ટકા મોંઘુ થયું દૂધઃ
2 ફેબ્રુઆરી, 2023 થી, અમૂલે તેના તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કર્યો છે. તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે દૂધના ભાવમાં કેટલો વધારો થયો છે. 30 જૂન, 2021 સુધી, અમૂલ, જે એક લિટર તાજા દૂધમાં રૂ. 45 પ્રતિ લિટરે વેચતું હતું, તે હવે રૂ. 54 પ્રતિ લિટરે ઉપલબ્ધ છે. એટલે કે દોઢ વર્ષમાં તે 20 ટકા મોંઘુ થઈ ગયું છે. અમૂલ તાઝાનું બે લિટર પેક 30 જૂન, 2021ના રોજ બે લિટર દીઠ રૂ.88માં ઉપલબ્ધ હતું, હવે તે રૂ.108માં ઉપલબ્ધ છે. એટલે કે 23 ટકા મોંઘા. અમૂલનું ભેંસનું દૂધ, જે 30 જૂન, 2021ના રોજ રૂ. 59 પ્રતિ લીટરના ભાવે મળતું હતું, તે 19 ટકા મોંઘું થઈને રૂ. 70 પ્રતિ લીટર મળી રહ્યું છે. અમૂલ સોનું જે 30 જૂન, 2021ના રોજ રૂ. 55 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ હતું, તે હવે રૂ. 66 પ્રતિ લિટરે 20 ટકા મોંઘું છે. અમૂલનું ગાયનું દૂધ પહેલા દોઢ વર્ષ સુધી 47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું જે હવે 56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. એટલે કે લગભગ 20 ટકા મોંઘું. 2022માં મધર ડેરીએ દૂધના ભાવમાં પાંચ વખત વધારો કર્યો છે, જ્યારે અમૂલે પણ ચાર વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે અને નવા વર્ષમાં કરાયેલા વધારા સહિત આ પાંચમો વધારો છે.

કેમ સતત વધી રહ્યો છે દૂધનો ભાવઃ
દૂધના ભાવ વધવાના મુખ્ય ત્રણ કારણો છે. દૂધની વધતી માંગ, ખર્ચમાં વધારો અને પરિવહન ખર્ચ. આ ત્રણ કારણોને લીધે દૂધના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં પશુઓ માટે ઘાસચારાની અછત છે. માંગમાં વધારો અને મર્યાદિત પુરવઠાને કારણે ભાવમાં વધારો થયો છે. ઘઉં અને મકાઈ એ પશુ આહારના મુખ્ય સ્ત્રોત છે. ગત વર્ષે કાળઝાળ ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતાં તેમાંથી નીકળતા સ્ટ્રોનો પુરવઠો ઘટ્યો હતો, ત્યારબાદ મકાઈનો ઉપયોગ ઈથેનોલ બનાવવા માટે થઈ રહ્યો છે. જેના કારણે સપ્લાય ઘટવા સાથે આ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દૂધની બનાવટોની માંગ પણ વધી છે. ડેરી ઉત્પાદનો બનાવતી કંપનીઓ પહેલા કરતાં વધુ દૂધ ખરીદી રહી છે અને ખેડૂતો પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદી રહી છે. આવી સ્થિતિમાં ડેરી કંપનીઓ મોંઘવારીનો બોજ સીધો ગ્રાહકો પર નાખી રહી છે જેના કારણે દૂધના ભાવમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છેકે, વર્ષ 2022 માં, અમૂલ અને મધર ડેરી બંનેએ દૂધના ભાવમાં સતત વધારો કર્યો હતો. પરંતુ 2023માં પણ દૂધના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડના નામથી દૂધનું વેચાણ કરે છે, તેણે 2 ફેબ્રુઆરી 2023ની મધરાતથી દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એટલે કે નવા વર્ષના બીજા મહિનામાં અમૂલે દૂધના ભાવમાં વધારો કરીને પહેલેથી જ મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More