Home> Business
Advertisement
Prev
Next

લો બોલો, ઉર્જામંત્રી ખબર નથી કે સુરતમાં હજી સુધી 2019ની ટેક્સટાઈલ પોલિસી લાગુ કરાઈ નથી

રાજ્ય સરકારે લગભગ પોણા બે વર્ષ પહેલા ગુજરાત માટે નવી ટેક્સટાઇલ નીતિની જાહેરાત કરી હતી કે, નવા યુનિટ અને નવા મશીનો ખરીદનારા વેપારીઓને વીજળી બિલમાં સબસિડી

લો બોલો, ઉર્જામંત્રી ખબર નથી કે સુરતમાં હજી સુધી 2019ની ટેક્સટાઈલ પોલિસી લાગુ કરાઈ નથી

ચેતન પટેલ/સુરત :રાજ્ય સરકારે લગભગ પોણા બે વર્ષ પહેલા ગુજરાત માટે નવી ટેક્સટાઇલ નીતિની જાહેરાત કરી હતી કે, નવા યુનિટ અને નવા મશીનો ખરીદનારા વેપારીઓને વીજળી બિલમાં સબસિડી
આપવામાં આવશે. પરંતુ આજદિન સુધી આ નીતિ લાગુ કરવામાં આવી નથી. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, તેઓએ સરકારની નવી નીતિનો લાભ મળ્યો જ નહીં. કારણ કે આ નીતિ અત્યાર સુધી લાગુ કરવામાં આવી જ નથી.

fallbacks

એક પણ વેપારીને લાભ નથી મળ્યો
નવી ટેક્સટાઇલ પોલિસી લાગુ ન કરવાને કારણે ડીઆઈસી સાથે નોંધાયેલા લગભગ 5409 એકમોને સબસિડીનો લાભ મળ્યો નથી. એક અંદાજ મુજબ, દક્ષિણ ગુજરાતમાં 10,000 જેટલા એકમો સબસિડી માટે પાત્ર છે. જો કે, અધિકારીઓ એ રસ ન દેખાવતા અત્યાર સુધી કોઈ પણ વેપારીને લાભ મળ્યો નથી. 2019 માં એક ટેક્સટાઇલ પોલિસી આવી હતી. જેની અંદરથી કેપિટલ સબસિડી કાઢી નાખવામાં આવી હતી. અગાઉ જેમાં 17 ટકા સુધી ગુજરાત સરકાર કેપીટલ સબસિડી આપતી હતી. જે કાઢીને સરકારે એક ઈલેક્ટ્રીક સીટી માટે આપેલી છે. જેમાં બે રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રતિ યુનિટ માટે રાહત આપવામાં આવેલી હતી. જે હજી સુધીમાં એક્ટિવ થઈ નથી અને કોઈને બેનિફિટ મળ્યો નથી. ઘણા સમયથી સરકારમાં રજૂઆત ઘણી કરી છે પણ અત્યાર સુધી પોલીસને કોઈએ લાભ મળ્યો નથી. 

અનેક ફેક્ટરી ભાડા પર ચાલે છે 
બીજી વસ્તુ ઈન્સ્ટ્રેસ્ટ સબસીડી પહેલાં 2015 ની પોલિસી હતી. એમાં એવું હતું કે 15 થી 17 ટકા એટલે તેમને કેપિટલમાં મળતું હતું અને 9 ટકા સુધી તેમને ઇન્ટરેસ્ટ બેનિફિટ મળતું હતું. તો એ પણ અત્યારે નથી મળતું. નવી પોલિસી હાલ 2020 માં આવી છે. જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એમાં લાભ નથી થતો. એનું કારણ છે કે આની અંદર ઘણા બધા ભાડા ઉપર ફેકટરી લેતા હોય છે. 

MSMEમાં કોઈ લાભ થતો નથી
વિવિંગ વેપારી જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે જેના મીટર પોતાનું ઘર નથી હોતું જેથી એ લોકો નવી પોલીસી માટે ભાગ નહિ લઈ શકતા.કારણે કે સરકારે કીધું છે કે ટેકસટાઇલ ઉદ્યોગને ટેકસટાઇલ પોલીસી માં ભાગ લેવાનું હોય છે. આ પોલિસીમાં લાભ ત્યારે લઈ શકાય જ્યારે પોતાનું મીટર હોય..ત્યારે એમ્બ્રોઇડરી વાળા કે નાનાં- નાના વિવર્સ ભાડે હોય છે એ લોકોને પોતાનું મીટર હોતું નથી ત્યારે આ સબસિડીનો લાભ નથી મળતો. એટલે કેપિટલ સબસીડી પણ તેમના. હાથમાંથી જાય છે અને એને ઇલેક્ટ્રીસ્ટિક નો લાભ પણ લઈ શકતા નથી. જેથી નવી પોલિસીમાં અપ્લાય પણ કરી શકતા નથી. આ નવી પોલિસીમાં એમને કોઈ બેનિફિટ નથી અને જૂની પોલિસીમાં પણ કોઈ લાભ નથી. MSMEમાં કોઈ લાભ થતો નથી.

ઉર્જામંત્રી પણ સાંભળીને આશ્ચર્યચકિત થયા

સમગ્ર મામલે ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાની પોલિસીના મુજબ વીજ સબસિડી આપવા માટે નક્કી કર્યું હતું. વીજ સબસીડી માટે કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે જ્યાં વીજ સબસિડીને કારણે ગુજરાતના ઘણાં ઉદ્યોગપતિઓ પોતાના યુનિટો નાંખે છે અને અહીંયા પ્રોડક્શન ઓફ કોસ્ટ હાઈ થઈ જવાના કારણે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે એક ઉદ્યોગ પોલિસીમાં રાહત આપવા માટેની જાહેરાત કરી. અમે ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલના ધ્યાને આ બાબતને લાવ્યા. એમને પણ આશ્ચર્ય થયું કે હજી સુધી એમને તમને ફાયદો નથી મળ્યો ? પરંતુ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કંઈક અટવાયેલું હોય એવું એમના ધ્યાન પર આવ્યું હતું અને અમને આ અંગે રજૂઆત કરવા કહ્યું છે. આગામી દિવસોમાં તેઓએ આ મામલે ક્લિયરન્સ આપશે તેવો ભરોસો આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More