Home> Business
Advertisement
Prev
Next

કોઈ લાખોપતિ તો કોઈ બની રહ્યું છે કરોડપતિ, ખુબ ઓછા લોકોને ખબર છે આ બિઝનેસ, 99% લોકો થઈ રહ્યાં છે સફળ

Business Idea: આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા આપી રહ્યાં છીએ, જેમાં 5000 રૂપિયાથી ઓછાના રોકાણ સાથે શરૂ કરી શકાય છે.

કોઈ લાખોપતિ તો કોઈ બની રહ્યું છે કરોડપતિ, ખુબ ઓછા લોકોને ખબર છે આ બિઝનેસ, 99% લોકો થઈ રહ્યાં છે સફળ

નવી દિલ્હીઃ  દેશના મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત ચાથી થાય છે. એનું નામ જ ચા પીવાની તલબ પેદા કરે છે. ચા એ સામાજિક સમરસતાનું ઉદાહરણ પણ છે, કારણ કે ગરીબ હોય કે અમીર દરેકને ચાની જરૂર હોય છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચાની માંગ છે. આવી સ્થિતિમાં ચા પત્તીનો બિઝનેસ આઈડિયા (Tea Leaf Business Idea) તમને અમીર બનાવી શકે છે.

fallbacks

ચા પત્તીના બિઝનેસ દ્વારા તમે ઘર બેઠા મોટી કમાણી કરી શકો છો. ખાસ વાત છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે વધુ પૈસાની જરૂર નથી. આ બિઝનેસને માત્ર 5000 રૂપિયાના રોકાણની સાથે શરૂ કરી શકાય છે. 

ઘણી રીતે કરી શકો છો ચા પત્તીનો બિઝનેસ
ચા પત્તીનો બિઝનેસ ઘણી રીતે કરી શકો છો. બજારમાં ખુલી ચા વેચી શકો છો કે પછી રિટેલ અને હોલસેલ ભાવમાં ચા પત્તીનો કારોબાર કરી શકો છો. આ સિવાય ઘણી મોટી કંપનીઓ પાસેથી ચા વેચવા માટે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. ખુલી ચા પત્તી વેચવાની ફ્રેન્ચાઇઝી ખુબ ઓછા પૈસામાં મળી જાય છે. તેના વેચાણ પર આકર્ષક કમીશન મળે છે. આ સિવાય એક ઓપ્શન ડોર ટૂ ડોર વેચાણ કરી શકો છો. તમે ખુલી ચા પત્તીને સારી રીતે પેકિંગ કરી વેચી શકો છો. 

આ પણ વાંચોઃ 2 અઠવાડિયા માટે ખરીદો આ 5 શેર, ચાલી ગયા તો નીકળી જશે આખા વર્ષનો ખર્ચો!

દર મહિને થશે કમાણી
અસમ અને દાર્જિલિંગની ચા પત્તી હોસલેસમાં 140થી 180 રૂપિયા પ્રતિ કિલો સરળતાથી મળી જાય છે. તમે તેને સ્થાનીક બજારમાં 200થી 300 રૂપિયા પ્રતિ કિલો ભાવમાં વેચી શકો છો. માત્ર 5000 રૂપિયામાં શરૂ થનાર આ બિઝનેસથી દર મહિને સરળતાથી 20,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો. જો તમે તમારા કારોબારને બ્રાન્ડ બનાવવા ઈચ્છો છો તો તે માટે કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More