Home> Business
Advertisement
Prev
Next

Money Saving Tips: આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો

Financial Tips: પૈસાની બચત માટે ખર્ચ પર લગામ લગાવવી ખુબ જરૂરી છે. હવે સવાલ છે કે કયાં પ્રકારના ખર્ચ ઓછા કે બંધ કરી શકાય છે, જેથી પૈચાની બચત થવા લાગે. આવો જાણીએ..

Money Saving Tips: આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો

Income Saving Tips: જમાનો ગમે તે હોય પરંતુ ખર્ચા ઓછા થતા નથી તેથી પૈસા બચાવવા છે તો બચતની ટેવ પાડવી પડશે. મોટાભાગના લોકો ખોટાખર્ચના ચક્કરમાં પૈસા વાપરી નાખે છે, જેના લીધે તેમના મહિનાનું બજેટ બગડી જાય છે. ઘણા એવા ખોટા ખર્ચા હોય છે જેને ઓછા કરવાથી તમે પૈસા બચાવી શકો છો. પરંતુ દરેક વ્યક્તિને એક ફરિયાદ હોય છે કે ખર્ચ ઘટતા નથી તેથી પૈસા ટકતા નથી તો બચત કઈ રીતે કરવી. પરંતુ ઘણી એવી રીત છે જેના દ્વારા પૈસા બચાવી શકાય છે, બસ તમારે તેનો અમલ કરવાની જરૂર છે.  અમે તમને પૈસાની બચત કરવા માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમે સરળતાથી ખર્ચ પર લગામ લગાવી શકો છો. 

fallbacks

હોળી બાદ સૂર્યદેવ બતાવશે અસલી મિજાજ, ગરમી-ઉકળાટ માટે રહો તૈયાર, આવી છે હવામાનની હાલત
Watch: 2 બોલમાં SRH ને જોઇતા હતા 5 રન, આ કેચે પલટી દીધી મેચ, જુઓ અંતિમ ઓવરનો રોમાંચ

ખોટા ખર્ચા પર લગામ
પૈસા બચાવવા માટે, સૌથી અગત્યની બાબત એ છે કે બિનજરૂરી ખર્ચાઓથી બચવું. આ માટે, દર મહિનાના ખર્ચની સૂચિ બનાવો અને તેમાંથી નકામા ખર્ચને ઓળખો. આ સિવાય જરૂરી ખર્ચાઓ પણ મર્યાદિત કરો.

મનોરંજનના ખર્ચ કરી શકો છો ઓછા
આજકાલ લોકો ઈન્ટરનેટ, ઓટીટી પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન અને મોબાઈલ રિચાર્જ પર પણ ખુબ ખર્ચ કરે છે. ભલે મનોરંજન માટે આ ખર્ચ જરૂરી હોઈ શકે છે પરંતુ તેને સીમિત કરવો પણ જરૂરી છે. જો તમે 3 ઓટીટી પ્લેટફોર્મને સબ્સક્રાઇબ કરો છો તો તેની જગ્યાએ માત્ર 1 સબ્સક્રિપ્શન લો.

ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર

શોપિંગ એપ્સને વારંવાર ચેક કરવાનું બંધ કરો
ઓનલાઇન શોપિંગ એપ્સ પરથી વારંવાર ખરીદી કરવાથી બચવું જોઇએ અને તેને વારંવાર ચેક કરવાનું ટાળવું જોઇએ, કારણ કે આ તમને તમારા મુજબ ડિસ્કાઉન્ટ વગેરે ઓછું કરી દે છે. 

લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલા ખર્ચ પર લગામ
આજકાલ લોકોને બહાર ભોજન કરવાનો પણ શોખ હોય છે તો હોટેલમાં પહોંચીને જમતા હોય છે અથવા ઓનલાઈન એપથી ફૂડ મંગાવતા હોય છે. મહિનામાં એક-બે વખત આ વસ્તુ બરાબર છે પરંતુ દર વીકેન્ડમાં બહાર જવા પર કામ મૂકી પૈસા બચાવી શકાય છે. 

કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો

તણાવના કારણે પણ થઇ શકે છે વધુ ખર્ચ
ઘણા લોકો એવા હોય છે જે તણાવ અથવા કોઇ પારિવારીક સમસ્યાના કારણે વધુ ખર્ચાળુ બની જાય છે. એવામાં તમારે વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવાનું બચવું જોઇએ. 

સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય

આતો ખર્ચ સીમિત કરવાની વાત, આ સિવાય બચત કરવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમારી કમાણી પણ વધે. કારણ કે કમાણી માટે માત્ર એક વિકલ્પ પર નિર્ભર ન રહી સાઇડ ઇનકમના વિકલ્પ પણ ઉભા કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More