Home> Business
Advertisement
Prev
Next

સરકારની મોટી જાહેરાત: જૂના વાહન ભંગારમાં આપશો તો આ મામલે મળશે 25% છૂટ 

આ જાહેરાત કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport & Highways) એ કરી.

સરકારની મોટી જાહેરાત: જૂના વાહન ભંગારમાં આપશો તો આ મામલે મળશે 25% છૂટ 

નવી દિલ્હી New Scrappage Policy: જો તમે તમારું જૂનું વાહન વેચીને નવું વાહન લેવા માંગતા હોવ તો તમારા માટે ખુશખબર છે. વાત જાણે એમ છે કે જૂના વાહનોને ભંગારમાં આપવા બદલ નવા વાહનની ખરીદીમાં નેશનલ વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી (National Vehicle Scrapping Policy) હેઠળ રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport & Highways) એ કરી.

fallbacks

પર્યાવરણ પ્રદૂષણને ઓછું કરવા માટે લેવાયો નિર્ણય
મંત્રાલયે જાહેરાતમાં કહ્યું કે વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ લોકોને જૂના અને પર્યાવરણ પ્રદૂષણ કરનારા વાહનોને છોડવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે વાહન ભંગારમાં જમા કરાવવા બદલ તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેના આધારે આ છૂટ મળશે. આ છૂટ ખાનગી વાહનો પર 25 ટકા અને કમર્શિયલ વાહનો પર 15 ટકા સુધી રહેશે. આ સાથે જ આ છૂટ કમર્શિયલ વાહનોના મામલે 8 વર્ષ સુધી અને ખાનગી વાહનોને 15 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે. 

Narendra Modi ના સરકારના મુખ્ય શાસક તરીકે 20 વર્ષ: મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વસ્તરે લોકપ્રિય નેતા

આ તારીખોથી શરૂ થશે નવા નિયમ
આ પોલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર સંલગ્ન નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગૂ થઈ ગયા છે. સરકારી અને PSU સંલગ્ન 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરનારો નિયમ 1 એપ્રિલ 2022થી લાગૂ થશે. આ ઉપરાંત કમર્શિયલ વાહનો માટે આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગૂ થશે. બાકી અન્ય તમામ વાહનો માટે ફિટનેસ ટેસ્ટિંગ સંલગ્ન નિયમ 1 જૂન 2024થી તબક્કાવાર લાગૂ થશે. 

#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો

ઓનલાઈન પોર્ટલથી થશે કામ
આ સમગ્ર યોજનાને એક ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે. વાહન પોર્ટલ સાથે જોડવાનો નિયમ એટલા માટે રાખવામાં આવ્યો છે જેથી કરીને જૂની ગાડીઓને સરળતાથી ડી-રજિસ્ટર કરવામાં આવી શકે અને તે આધાર પર નવા સર્ટિફિકેટ મળી શકે. આ સાથે જ સ્ક્રેપેજ સેન્ટરને નેશનલ ક્રાઈમ બ્યૂરો સાથે પણ લિંક કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More