નવી દિલ્હી: Milk Price Hike : અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થઈ ગયું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી-NCRમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો રવિવાર રાતથી લાગુ થશે. ભાવ વધારાના કારણે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે.
અદભૂત ટ્રીક: 4GB મેમરી કાર્ડમાં સ્ટોર કરી શકશો 128GB ડેટા, બસ આટલું કરો
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે અમુલ દૂધ બાદ દહીં અને છાસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધ બાદ હવે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીંકાતા સામાન્ય નાગરિક હેરાન પરેશાન અમુલ જીરા છાસના 180 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 200 ગ્રામ મસ્તી દહીનાં ભાવમાં 1 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. 400 ગ્રામ મસ્તી દહીનાં પાઉચમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 કિલો મસ્તી દહીનાં પાઉચમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે