Home> Business
Advertisement
Prev
Next

Muhurat Day Closing: મુહૂર્ત ટ્રેડિંગમાં થઈ ધનવર્ષા, નિફ્ટી અને સેન્સેક્સ મોટા વધારા સાથે બંધ

દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. 

Muhurat Day Closing: મુહૂર્ત ટ્રેડિંગમાં થઈ ધનવર્ષા, નિફ્ટી અને સેન્સેક્સ મોટા વધારા સાથે બંધ

નવી દિલ્હીઃ Diwali Muhurat Trading 2022: શેર બજારનું વિશેષ દિવાળી ટ્રેડિંગ સેશન પૂરુ થઈ ગયું છે. આશરે એક કલાકના આ વિશેષ સત્રમાં બજારમાં પ્રતીકાત્મક કારોબાર નોંધાવવા માટે આયોજીત કરવામાં આવે છે. આજે વિશેષ કારોબારી સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સસેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ સમારોહમાં અભિનેતા અજય દેવગન પણ હાજર રહ્યાં હતા. 

fallbacks

દિવાળીના ટ્રેડિંગ સેશન દરમિયાન તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા રંગમાં કારોબાર કરી રહ્યાં હતા. પીએસયૂ બેન્ક અને કેપિટલ ગુડ્સ દરેકમાં 1 ટકા જેટલી તેજી જોવા મળી રહી હતી. 

રોકાણકારોમાં દિવાળીના દિવસે શેરમાં રોકાણ કરવાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેની અસર પણ બજાર પર જોવા મળી હતી. આજે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સેક્સેક્સ 524.51 પોઈન્ટના વધારા સાથે 59831.66 પર બંધ થયો હતો. તો નિફ્ટીમાં 154.45 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,730.75 પોઈન્ટ પર બંધ થઈ હતી. 

ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી પેકમાં એચડીએફસી, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલએન્ડટી, જેએસડબલ્યૂ સ્ટીલ, એચડીએફસી બેન્ક અને એનટીપીસીની સાથે કુલ 48 શેર વધારા સાથે બંધ થયા હતા. માત્ર એચયૂએલ અને કોડક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
સેન્સેક્સના 30 શેરમાંથી 28 કંપનીના શેર વધારા સાથે બંધ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More