Home> Business
Advertisement
Prev
Next

દીકરાના લગ્નમાં ધનકુબેરે કર્યો ધૂમ ખર્ચો! શું તમે જાણો છો એક દિવસમાં કેટલું કમાય છે મુકેશ અંબાણી!

Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.

દીકરાના લગ્નમાં ધનકુબેરે કર્યો ધૂમ ખર્ચો! શું તમે જાણો છો એક દિવસમાં કેટલું કમાય છે મુકેશ અંબાણી!

Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ અંદાજિત 116 બિલિયન ડોલર આંકવામાં આવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેઓ હાલમાં વિશ્વના 12માં સૌથી અમીર વ્યક્તિ છે. તેમના પછી ગૌતમ અદાણી 104 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રોજની કેટલી કમાણી કરે છે? આવો આજે અમે તમને આ વિશે માહિતી આપીએ છીએ.

fallbacks

આ આગાહીથી સૌ કોઈ ચોંકી જશો! જાણો ગુજરાતમાં વરસાદનુ જોર વધશે કે ઘટશે? અંબાલાલની આગાહી

રોજના 163 કરોડ રૂપિા કમાય છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણીની સંપત્તિનો અંદાજ એ રીતે લગાવી શકાય છે કે જો કોઈ ભારતીય દર વર્ષે 4 લાખ રૂપિયા કમાય છે, તો તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની વર્તમાન સંપત્તિ સુધી પહોંચવામાં 1.74 કરોડ વર્ષ લાગશે, જે લગભગ અશક્ય છે. મળતી માહિતી મુજબ, મુકેશ અંબાણી દર વર્ષે લગભગ 15 કરોડ રૂપિયાનો પગાર લેતા હતા. પરંતુ, કોરોના પછી તેમણે પગાર લીધો નથી. આમ છતાં તે દરરોજ 163 કરોડ રૂપિયા કમાય છે. આ પૈસા તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડિંગમાંથી આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ, ઓઇલ, ટેલિકોમ, રિટેલ સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ ફેલાવ્યો છે. આ સિવાય તેમણે મુંબઈમાં તેમનું ઘર એન્ટિલિયા સહિત રિયલ એસ્ટેટમાં ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. એન્ટિલિયાની કિંમત અંદાજે 15 હજાર કરોડ રૂપિયા છે.

ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી

વર્ષ 2020 સુધી દર કલાકે કમાય છે 90 કરોડ રૂપિયા
વર્ષ 2020 સુધી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાઈ રહ્યા હતા. બીજી બાજુ, ભારતમાં લગભગ 24 ટકા લોકો માત્ર 3000 રૂપિયા મહીને જ કમાઈ શકે છે. અંબાણી પરિવારના કાર્યક્રમો પણ તેમના સ્ટેટ્સ પ્રમાણે હોય છે. આ વર્ષે તેમણે પોતાના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં લગભગ 5000 કરોડ રૂપિયા ખર્ચીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ લગ્નના પ્રિ-વેડિંગ અને પોસ્ટ-વેડિંગ પ્રોગ્રામ્સ પણ ચર્ચામાં રહ્યા હતા. આ સિવાય તેમણે લગભગ 1000 કરોડ રૂપિયાના બોઇંગ 737 મેક્સને પણ પોતાના કાફલામાં સામેલ કર્યા હતા.

કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More