Home> Business
Advertisement
Prev
Next

બિઝનેસમાં Mukesh Ambani ની જેમ જ સફળ છે બહેન Nina Kothari, લાઈમલાઈટથી રહે છે દુર

Mukesh Ambani Sister: અંબાણી પરિવારના કેટલાક સભ્યો એવા પણ છે જેઓ પણ મુકેશ અંબાણીની જેમ સફળ છે પરંતુ લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવા જ એક વ્યક્તિ છે મુકેશ અંબાણીના બહેન નીના કોઠારી. પોતાના ભાઈની જેમ નીના કોઠારી પણ સફળ બિઝનેસ ચલાવે છે. પરંતુ તેઓ કેમેરાની સામે આવવાનું પસંદ કરતા નથી.

બિઝનેસમાં Mukesh Ambani ની જેમ જ સફળ છે બહેન Nina Kothari, લાઈમલાઈટથી રહે છે દુર

Mukesh Ambani Sister: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશ સુધી ફેલાયેલો છે. મુકેશ અંબાણી સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહ્યા છે. મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના લોકો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં જ અનંત અંબાણીની સગાઈ ચર્ચામાં હતી. જોકે અંબાણી પરિવારના કેટલાક સભ્યો એવા પણ છે જેઓ પણ મુકેશ અંબાણીની જેમ સફળ છે પરંતુ લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવા જ એક વ્યક્તિ છે મુકેશ અંબાણીના બહેન નીના કોઠારી. પોતાના ભાઈની જેમ નીના કોઠારી પણ સફળ બિઝનેસ ચલાવે છે. પરંતુ તેઓ કેમેરાની સામે આવવાનું પસંદ કરતા નથી. તેથી ખૂબ ઓછા લોકો તેમના વિશે અને તેમના બિઝનેસ વિશે જાણે છે. નીના કોઠારીએ વર્ષ 2003માં કોફી ઓફ ફૂડ ચેનની શરૂઆત કરી હતી. નીના હવે એક સફળ બિઝનેસ વુમન બની ચૂકી છે. તે મીડિયાથી દૂર રહે છે તેથી તેની ઝલક જોવી પણ મુશ્કેલ થઈ જાય છે. 

fallbacks

આ પણ વાંચો:

મળો આનંદ મહિન્દ્રાના પત્નીને, જે ચલાવે છે પોતાનો બિઝનેસ, જાણો પહેલી મુલાકાતની સ્ટોરી

અઢળક સંપત્તિના માલિક છે Mukesh Ambaniના ત્રણેય વેવાઈ, જાણો કોણ છે સૌથી વધુ અમીર

સુંદરતામાં Nita Ambaniને ટક્કર આપે તેવી છે રાધિકાની માતા Shaila Merchant

નીના કોઠારી પોતાની ભાભી નીતા અંબાણીની ખૂબ જ નજીક છે. તેના લગ્ન 1986 માં જાણીતા બિઝનેસમેન ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. વર્ષ 2015માં તેના પતિ ભદ્રશ્યામ કોઠારીનું કેન્સરના કારણે મોત થઈ ગયું.  ત્યાર પછી નીના કોઠારીએ કોઠારી સુગર એન્ડ કેમિકલ કંપનીની જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. તેની કંપની સાઉથ ઇન્ડિયાની ખૂબ જ પ્રખ્યાત કંપની છે. આ કંપની ઉપરાંત તે અલગ અલગ વેન્ચર્સ પણ સંભાળે છે. 

નીના કોઠારીના વેન્ચર્સમાં કોઠારી પેટ્રોકેમિકલ્સ અને કોઠારી સેફ ડિપોઝિટ લિમિટેડ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. હાલ નીના કોઠારી સુગર મીલ્સની પણ માલિકી ધરાવે છે. નીના કોઠારી ઉપરાંત મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની અન્ય એક બહેન પણ છે જેનું નામ દીપ્તિ સલગાંવકર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More