Multibagger Stock: કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના સ્ટોકે માત્ર પાંચ વર્ષમાં શેરધારકોને ધનવાન બનાવ્યા છે. કંપનીના શેર માત્ર પાંચ વર્ષમાં 19000 ટકાથી વધુ ઉછળ્યા છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડના શેરોએ માત્ર પાંચ વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ વધારીને 1.9 કરોડ રૂપિયા કર્યું છે. કંપનીના શેરનું ૫૨ અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 1054.95 રૂપિયા છે. તે જ સમયે, કંપનીના શેરનું ૫૨ અઠવાડિયાનું નીચું સ્તર 334 રૂપિયા છે.
1 લાખના આ રીતે બનાવ્યા 1.9 કરોડથી વધુ
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેર 17 જુલાઈ 2020ના 3.96 રૂપિયા પર હતા. મલ્ટીબેગર કંપનીના શેર 27 જૂન 2025ના BSE માં 760.95 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 17 જુલાઈ 2020ના પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હોત તો આજે 1 લાખ રૂપિયાના ખરીદેલા શેરની વેલ્યુ 1.92 કરોડ રૂપિયા હોત. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટનું માર્કેટ કેપ 27 જૂન 2025ના 21,561.26 કરોડ રૂપિયા પહોંચી ગયું છે.
આ પણ વાંચોઃ 1, 10 કે 25 તારીખ... કઈ ડેટમાં SIP ઈન્વેસ્ટમેન્ટ પર મળશે ધાંસૂ રિટર્ન? તમે પણ જાણો
4 વર્ષમાં કંપનીના શેરમાં 1771% ની તેજી
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં 1771 ટકાની તેજી આવી છે. કંપનીના શેર આ દરમિયાન 40.678 રૂપિયાથી વધી 760.95 રૂપિયા પર પહોંચી ગયા છે. જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો કંપનીના શેરમાં 750 ટકાનો ઉછાળો આવ્યો છે. તો છેલ્લા બે વર્ષમાં કંપનીના શેર 382 ટકા ઉંચા ગયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 25 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.
10 ટુકડામાં સ્પ્લિટ થયો છે શેર
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ પોતાના શેરને સ્પ્લિટ કરી ચૂકી છે. કંપનીએ પોતાના શેરને 10 ટુકડામાં વિભાજીત કર્યો હતો. મલ્ટીબેગર કંપનીએ જુલાઈ 2024મા 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા પોતાના શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 10 શેરમાં વિભાજીત કર્યાં હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે