Home> Business
Advertisement
Prev
Next

6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ, હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રેડ

Multibagger Stock: જો તમે 21 જૂન 2024ના રોજ આ કંપનીના 300 શેર લીધા હોત તો તેની કિંમત 1059 રૂપિયા હોત. પરંતુ, આજે એ જ 1000ના 6 કરોડ 79 લાખ 59 હજાર 900 રૂપિયા થઈ ગયા હોત.

6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ, હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રેડ

Multibagger Stock: ભારતીય શેર બજારમાં એવા ઘણા મલ્ટીબેગર સ્ટોક છે, જેમણે તેમના રોકાણકારોને છપ્પરફાડ રૂપિયા આપ્યા છે. કેટલાક શેર તો એવા છે કે જેણે તેમના રોકાણકારોને માત્ર થોડા મહિનામાં જ કરોડપતિ બનાવી દીધા છે. ચાલો આજે તમને એવા જ એક શેર વિશે જણાવીએ જેણે માત્ર 6 મહિનામાં 1,000 રૂપિયાના રોકાણને 6 કરોડ બનાવી દીધા. સૌથી મોટી વાત એ છે કે આ શેર હજુ પણ તેના ફેર વેલ્યૂથી ઘણો નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

fallbacks

1000 રૂપિયાના બનાવી દીધા 6 કરોડ
અમે જે કંપની વિશે વાત કરી રહ્યા છીએ તેનો શેર 21 જૂન, 2024 ના રોજ 3.53 રૂપિયાનો હતો. પરંતુ, આજે આ કંપનીના એક શેરની કિંમત 2 લાખ 26 હજાર 533 રૂપિયા છે. આ મલ્ટીબેગર શેર ધરાવતી કંપનીનું નામ છે Elcid Investments Ltd. જો તમે 21 જૂન 2024ના રોજ આ કંપનીના 300 શેર લીધા હોત તો તેની કિંમત 1059 રૂપિયા હોત. પરંતુ, આજે એ જ 300 શેરની કિંમત 6 કરોડ 79 લાખ 59 હજાર 900 રૂપિયા થઈ ગયા હોત.

આ પેની સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં આપ્યું 3000%નું રિટર્ન,હજું પણ કિંમત100 ઓછી

બુક વેલ્યુથી ઓછી કિંમત પર થઈ રહ્યો છે ટ્રેડ
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો શેર ભારતીય શેરબજારમાં સૌથી મોંઘો શેર હોઈ શકે છે, તેમ છતાં તે હજુ પણ તેના ફેર વેલ્યૂથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જો કંપનીના શેરની બુક વેલ્યુની વાત કરીએ તો તે 6 લાખ 85 હજાર 220 રૂપિયા છે. જ્યારે આજે એટલે કે બુધવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના એક શેરની કિંમત 2 લાખ 26 હજાર 533 રૂપિયા હતી.

કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો તે 4,531 કરોડ રૂપિયા છે. જ્યારે સ્ટોક PE 18.8 છે. સ્ટોકનો ROCE 2.02 ટકા છે અને કંપનીનો ROE 1.53 ટકા છે. Alcide Investment Limitedની ફેસ વેલ્યુ વિશે વાત કરીએ તો તે 10 રૂપિયા છે. જો આ શેરના 52 અઠવાડિયાના હાઈ લેવરની વાત કરીએ તો તે 3 લાખ 32 હજાર 400 રૂપિયા છે.

શેરની કિંમત આટલી કેવી રીતે વધી હતી
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં આ શાનદાર તેજી BSE અને NSE દ્વારા આયોજિત રોકાણકાર હોલ્ડિંગ કંપનીઓમાં પ્રાઈસ ડિસ્કવરી માટે એક સ્પેશલ કોલ કોલ ઓક્શનને કારણે થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More