Home> Business
Advertisement
Prev
Next

Multibagger Stock : એક વર્ષમાં 300% નું બમ્પર રિટર્ન, હવે કંપની આપશે બોનસ શેર

Newgen Software Tech ના શેરમાં છેલ્લા એક મહિનામાં આશરે 18 ટકાની તેજી આવી છે. તો કંપનીએ છેલ્લા છ મહિનામાં 113 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. કંપનીએ અત્યાર સુધી પોતાના ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી છે. 

Multibagger Stock : એક વર્ષમાં 300% નું બમ્પર રિટર્ન, હવે કંપની આપશે બોનસ શેર

Multibagger Stock  : જો તમે પણ ઈન્વેસ્ટમેન્ટ માટે કોઈ મલ્ટીબેગર સ્ટોક શોધી રહ્યાં છો તો ન્યૂજેન સોફ્ટવેર ટેક્નોલોજીના શેર પર નજર રાખી શકો છો. આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને ઓછા સમયમાં શાનદાર રિટર્ન આપ્યું છે. શુક્રવારે આ કંપનીના શેરમાં 2.16 ટકાનો ઘટાડો આવ્યો હતો અને સ્ટોક 1393.30 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેનો 52 વીક હાઈ 1489 રૂપિયા છે અને 52 વીક લો 329 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 9,762.77  કરોડ રૂપિયા છે. બ્રોકરેજ ફર્મ સ્ટોકને લઈને બુલિશ જોવા મળી રહ્યાં છે. 

fallbacks

બોનસ શેર જારી કરશે કંપની
આ સ્ટોક પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની તૈયારીમાં છે. તે જાન્યુઆરી 2024માં એક્સ-બોનસ થઈ જશે. કંપની વર્તમાન નાણાકીય વર્ષમાં પોતાના શેરધારકોને 50 ટકા ડિવિડેન્ડની ચુકવણી કરી ચૂકી છે. પાછલા મહિને કંપનીના બોર્ડે બોનસ શેરના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તે હેઠળ ઈન્વેસ્ટરોને એક શેર પર એક બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ પાત્ર શેરધારકો નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ 12 જાન્યુઆરી નક્કી કરી છે. 

આ પણ વાંચોઃ આ પેન્સિલ બનાવતી કંપની કરશે માલામાલ, 13 ડિસેમ્બરે ખુલશે આઈપીઓ, જાણો GMP

બ્રોકરેજ ફર્મ બુલિશ
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝને કંપનીના શેરમાં તેજીની આશા છે. બ્રોકરેજે સ્ટોક માટે પોતાની ટાર્ગેટ પ્રાઇઝ વધારી 1740 રૂપિયા નક્કી કરી છે. આ પ્રમાણે કંપનીના શેરમાં આશરે 25 ટકાની તેજી આવવાની સંભાવના છે. 

કેવું રહ્યું છે શેરનું પ્રદર્શન
ન્યુજેન સોફ્ટવેર ટેકના શેરમાં છેલ્લા એક મહિનામાં 18 ટકાની તેજી આવી છે. તો છેલ્લા છ મહિનામાં 113 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 285 ટકાની તેજી આવી છે. તો છેલ્લા એક વર્ષમાં ઈન્વેસ્ટરોને આશરે 300 ટકાનો બમ્પર નફો આપ્યો છે. 

(ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More