Home> Business
Advertisement
Prev
Next

Multibagger Stock : 1 લાખના બનાવી દીધા 1.30 કરોડ, આ સોલર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 13000% રિટર્ન, કરોડપતિ બની ગયા લોકો

Waaree Renewable Technologies Share : વારી રિન્યૂએબલ્સ ટેક્નોલોજીના સ્ટોકે પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્ટોકે 13 હજાર ટકાનું રિટર્ન આપ્યું છે. વારી રિન્યૂએબલ્સ એક સોલર પેનલ કંપની છે. આ કંપનીએ 3 વર્ષમાં 1 લાખ રૂપિયાના 1.38 કરોડ રૂપિયા બનાવી દીધા છે. 

Multibagger Stock : 1 લાખના બનાવી દીધા 1.30 કરોડ, આ સોલર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 13000% રિટર્ન, કરોડપતિ બની ગયા લોકો

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં (Share Market) તમે તમારા ઈન્વેસ્ટમેન્ટ (Investment)થી કેટલા રિટર્નની આશા કરો છો? લગભગ 20 ટકા, 50 ટકા કે 100 ટકા. પરંતુ મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stock)માં તમને હજારો ટકા રિટર્ન મળી શકે છે. માર્કેટમાં એવા ઘણા સ્ટોક છે, જેણે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો એક શેર વારી રિન્યૂએબલ્સ ટેક્નોલોજીઝ (Waaree Renewable Technologies Share)નો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોને 13,000 ટકાથી વધુનું બમ્પર રિટર્ન આપ્યું છે. આ એક સોલર પેનલ માર્કેટ કંપનીનો શેર છે. 

fallbacks

1 લાખના કરી દીધા 1.38 કરોડ
વારી રિન્યૂએબલ્સનો શેર 3 જુલાઈ 2020ના 8.22 રૂપિયા પર બંધ થયો હતો. આ શેર હવે 5 જુલાઈ 2023ના 1158 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન સ્ટોક રોકાણકારોને 13,000 ટકાથી વધુનું રિટર્ન આપી ચુક્યો છે. જો તમે વારી રિન્યૂએબલ્સના શેરમાં 3 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે 1.38 કરોડ રૂપિયાના માલિક હોત. તેની તુલનામાં સેન્સેક્સ આ દરમિયાન 81.78 ટકા વધ્યો છે. બુધવારે બપોરે આ શેરમાં 1.96 ટકા કે 22.30 રૂપિયાની તેજી જોવા મળી હતી. બીએસઈ પર શેરનો 52 વીક હાઈ 1174.50 રૂપિયા છે. તો 52 વીક લો 290.10 રૂપિયા છે. બુધવારે બીએસઈ પર કંપનીનો એમકેપ વધીને  2,407.76 કરોડ રૂપિયા થઈ ગયું. 

આ પણ વાંચોઃ DA સાથે HRAમાં પણ થશે વધારો, સરકારી કર્મચારીઓને મળશે બે ખુશખબર

શેરહોલ્ડિંગ પેટર્ન
માર્ચ 2023 ક્વાર્ટર સુધી કંપનીમાં એક પ્રમોટરની 74.51 ટકા ભાગીદારી હતી. તો 11,119 પબ્લિક શેરહોલ્ડર્સની કંપનીમાં 25.49 ટકા ભાગીદારી હતી. તેમાંથી 10646 લોકોની પાસે 24.12 લાખ શેર કે 11.69 ટકા ભાગીદારી હતી. તો કંપનીમાં માત્ર 22 શેરધારકો પાસે 5.08 ટકા ભાગીદારી હતી. 

શું કહે છે ટેક્નિકલ્સ
ટેક્નિકલ્સની વાત કરીએ તો વારી રિન્યૂએબલ્સના શેરનો આરએસઆઈ 66.2 પર છે. જે તે જણાવે છે કે આ શેર ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે ન ઓવરબોટ ઝોનમાં છે. વારી રિન્યૂએબલ્સનો શેર 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર પરંતુ 5 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More