Home> Business
Advertisement
Prev
Next

નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ

જો તમે પણ પાર્કિંગ સ્પેસ ન મળતાં નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી દો છો તો આ સમાચાર વાંચી લો. મુંબઇમાં હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી કરવી તમને મોંઘુ સાબિત થઇ શકે છે. ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા 1 હજારથી 10 હજાર રૂપિયા સુધી દંડ વસૂલશે. 7 જુલાઇથી આ દંડ વસૂલવામાં આવશે. ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે. 

નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ

કૃષ્ણાત પાટિલ: જો તમે પણ પાર્કિંગ સ્પેસ ન મળતાં નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી દો છો તો આ સમાચાર વાંચી લો. મુંબઇમાં હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી કરવી તમને મોંઘુ સાબિત થઇ શકે છે. ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા 1 હજારથી 10 હજાર રૂપિયા સુધી દંડ વસૂલશે. 7 જુલાઇથી આ દંડ વસૂલવામાં આવશે. ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે. 

fallbacks

ભારત પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થઇ Suzuki Alto 660cc, જાણો શું છે કિંમત

પેડ પાર્કિંગ થતાં પણ લોકો નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઉભી કરી દે છે. આ કારણે ટ્રાફિકમાં ખૂબ મુશ્કેલી થાય છે. મુંબઇમાં 146 જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમછતાં લોકો નો પાર્કિંગ ઝોનમાં  ગાડી ઉભી કરીને જતા રહે છે. બીએમસી કમિશનર પ્રવીણ પરદેશીએ આદેશ આપ્યા છે કે જ્યાં પર પાર્કિંગની સુવિધા છે, ત્યાંના એક કિલોમીટરના ઘેરાવામાં જો કોઇ વાહન નો પાર્કિંગમાં ઉભું કરે છે તો તે ગાડી પર 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. 

Revolt એ લોન્ચ કરી ભારતની પ્રથમ Al બાઇક RV400, મોબાઇલ ફોનથી થશે સ્ટાર્ટ

આ વિશે લોકોને જાગૃત કરવા માટે બીએમસી હવે ઠેર-ઠેર પોસ્ટર અને બેનર લગાવશે. ગેરકાયદેસાર પાર્કિંગનો આ મુદ્દો ઉકેલવા માટે બીએમસી દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પૂર્વ સૈનિકોને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પાર્કિંગથી છુટકારો મેળવવાની યોજનાને સફળ બનાવવા માટે વધારાના ટોઇંગ મશીન ભાડે લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More