Aadhar Card Update: જો તમારા પણ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડમાં ભૂલો છે અને તેને અપડેટ કરાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. સરકાર ટૂંક સમયમાં એક એવી ડિજિટલ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે, જેના દ્વારા એક જ જગ્યાએ તમારા તમામ મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ અપડેટ થઈ જશે. આ યૂનિફાઈડ ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમથી માત્ર 3 દિવસમાં જ જરૂરી અપડેટ થઈ જશે.
કેન્દ્ર સરકારના આ પોર્ટલ દ્વારા લોકો એક જગ્યાએ આધાર, પાન, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સહિત તમામ મહત્વપૂર્ણ ઓળખ કાર્ડને અપડેટ કરી શકશે. નામ બદલવાનું હોય, મોબાઇલ નંબર અપડેટ કરવા માંગતા હોય કે પછી નવું સરનામું ઉમેરવા માંગતા હોય અને સૌથી મહત્વની વાત એ છે કે તમે એક જગ્યાએ અપડેટ થતાં જ તમારા બધા ડોક્યુમેન્ટ્સ ઓટોમેટિક અપડેટ થઈ જશે.
આ 3 રાશિઓ પર મંગળની હોય છે વિશેષ કૃપા, ટૂંક જ સમયમાં મળે છે સંપત્તિ, શક્તિ અને સફળતા
ત્રણ કાર્યકારી દિવસોની અંગર થશે અપડેટ
રિપોર્ટ અનુસાર પોર્ટલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે કે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ એક જ ઇન્ટરફેસ સાથે જોડાયેલા હશે. યુઝર્સ પોર્ટલ જઈને નામ બદલવા, મોબાઇલ નંબર બદલવા અથવા સરનામું અપડેટ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અપડેટ પ્રક્રિયા ફક્ત ત્રણ કાર્યકારી દિવસોમાં પૂર્ણ થશે.
જો તમને અપડેટ પછી નવું ઓળખ કાર્ડ જોઈએ છે, તો તમે પોર્ટલ પર જ અરજી કરી શકશો. જો કે, આ માટે જરૂરી ફી ભરવાની રહેશે. ત્યારબાદ 7 કાર્યકારી દિવસોમાં અપડેટ થયેલ ઓળખ કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે પહોંચી જશે. જો તમે ઇચ્છો તો તમે નજીકની ઓફિસમાંથી નવા ડોક્યુમેન્ટ કલેક્ટ કરી શકો છો.
લગ્ન પહેલા 'લિવ-ઇન'માં રહેવું જોઈએ કે નહીં? આ 5 કારણો પરથી સમજો
અત્યારે ચાલી રહ્યું છે ટ્રાયલ, ટૂંક સમયમાં થશે લોન્ચ
સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં આ સિસ્ટમનું ટ્રાયલ રન ચાલી રહ્યું છે. ડેટા સિક્યોરિટીને લઈને કેટલાક ટેકનિકલ અને કાનૂની પડકારો હતા, જે મોટા પ્રમાણમાં હલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા ટ્રાયલ્સમાં 92% થી વધુ ચોકસાઈ હાંસલ કરવામાં આવી છે. 98%થી વધુની ચોકસાઈ પ્રાપ્ત થતાં જ સિસ્ટમને અંતિમ પરીક્ષણ માટે મૂકવામાં આવશે અને પછી તેને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે